સુષ્મિતાને ડેટ કરી રહેલા લલિત મોદીના શોખથી છો અજાણ તો જુઓ આ તસવીરો, મર્સીડીઝ કાર લઈને દિલ્હીથી ધર્મશાળા જતો અને ગ્લેમરનો નશો તો…

મર્સીડીઝ એસ-કલાસ વગર બીજી કોઈ કારમાં બેસતા નહોતા લલિત મોદી, ગમે ત્યાં જાય, તે પ્લેનમાંથી ઉતરે તે પહેલા જ કાર ત્યાં પહોંચી જતી, જુઓ તેમના વૈભવી શોખ વિશે

સોશિયલ મીડિયામાં અને સમાચારમાં આજે લોકોના મોઢા ઉપર બસ એક જ વાતની ચર્ચાઓ સૌથી વધુ ચાલી રહી છે અને તે છે લલિત મોદી અને સુષ્મિતા સેનના ડેટની. લલિત મોદીએ સોશિયલ મીડિયામાં સુષ્મિતા સાથે ડેટ કરવાની કેટલીક તસવીરો પોસ્ટ કરતાની સાથે જ લોકો પણ હેરાન રહી ગયા હતા, અને હવે આ કપલ ઉપર મીમ પણ બનવા લાગી ગયા છે.

લલિત મોદી આઇપીએલમાં ભ્રષ્ટાચારના આરોપોના કારણે દેશ છોડીને ભાગી ગયા હતા, પરંતુ હવે સુષ્મિતા સેન સાથેના અફેરને લઈને તેમની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તેમની આ જાહેરાત બાદ જ લલિત મોદી સાથે જોડાયેલી કેટલીક વાતો બહાર આવવા લાગી છે. તેમના ભવ્ય જીવન અને વ્યભિચારની વાર્તાઓ પણ ખૂબ પ્રખ્યાત છે. બોરિયા મજુમદારના એક પુસ્તકમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

‘મેવેરિક કમિશનરઃ ધ આઈપીએલ-લલિત મોદી સાગા’માં લેખક બોરિયા મજુમદારે દાવો કર્યો હતો કે જ્યારે લલિત મોદી આઈપીએલ મેચ માટે ધર્મશાળા ગયા હતા ત્યારે તેમની ઓફિસે દિલ્હીથી તેમના માટે મર્સિડીઝ એસ-ક્લાસ કાર મોકલી હતી. આ કાર તેમના પ્લેનમાંથી ઉતરે તે પહેલા જ ધર્મશાળા પહોંચી ગઈ હતી. તેણે લખ્યું, ‘લલિત એક મેચ જોવા ધર્મશાળા ગયો હતો. તેમની ઓફિસે દિલ્હીથી બે એસ-ક્લાસ મર્સિડીઝ કાર બુક કરાવી હતી, જે પ્લેનમાંથી ઉતરતા પહેલા ત્યાં પહોંચી ગઈ હતી. હિમાચલમાં એસ ક્લાસની મર્સિડીઝ કાર ન હતી, તેથી તેને દિલ્હીથી મોકલવામાં આવી હતી.

તેમણે કહ્યું, ‘નાગપુરમાં પણ આવી જ ઘટના બની હતી. જ્યારે તેઓ શશાંક મનોહરને મળવા ગયા હતા. નાગપુરમાં આવી કોઈ કાર ન હતી, તેથી કારને હૈદરાબાદથી લલિત માટે બુક કરાવીને નાગપુર મોકલવામાં આવી હતી.અન્ય ઘટનાનો ઉલ્લેખ કરતા મજુમદારે લખ્યું છે કે 2010માં જ્યારે મોદીએ દેશ છોડ્યો ત્યારે એક હોટેલે બીસીસીઆઈને બાકી બિલની રકમ મોકલી હતી અને બોર્ડે તેમનું બિલ ચૂકવવાનો ઇનકાર કર્યો.

લેખકના મતે, આ માત્ર થોડાક ઉદાહરણો છે જે દર્શાવે છે કે શા માટે ઘણા લોકો IPLને નફરત કરતા રહે છે. તે કહે છે કે ક્રિકેટની વધતી જતી બ્રાન્ડ વેલ્યુ હોવા છતાં, તેમાં ગ્લેમર અને ઐશ્વર્યનું અશ્લીલ પ્રદર્શન હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. લેખકના મતે લલિત પોતે જ પોતાની સફળતાનો શિકાર બન્યો હતો. તેમનું માનવું હતું કે આ લીગ ગ્લેમર અને ઐશ્વર્ય વિના શક્ય નથી.

આઈપીએલની પ્રથમ બે સિઝનની સફળતા બાદ તે પોતાનો શોખ પૂરો કરવામાં બિનજરૂરી ખર્ચ કરી રહ્યો હતો. તેની અતિશયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે પંચતારા હોટેલમાં આખો ફ્લોર પોતાના ઉપયોગ માટે બુક કરાવતો હતો અને કોઈનામાં હિંમત નહોતી કે તે તેમને પૂછી શકે કે આ તેમના પોતાના ખર્ચે થઈ રહ્યું છે કે BCCIના પૈસાથી ?

લેખકે જો કે કહ્યું કે મોદીએ આઈપીએલને બીસીસીઆઈ માટે ‘સોનેરી ઈંડા મૂકતી મરઘી’ની બ્રાન્ડ બનાવી છે. તેણે કહ્યું, “આઈપીએલની રચના કરીને લલિત મોદીએ ભારતમાં અને તેનાથી આગળ ક્રિકેટને નવું જીવન આપ્યું. ક્રિકેટરોને નવી ઓળખ મળી અને માર્કેટર્સને રોકાણની નવી તક મળી. બ્રોડકાસ્ટર્સને જાદુઈ ઉત્પાદન મળ્યું અને બીસીસીઆઈને ‘સોનેરી ઈંડાં મૂકતી મરઘી’ મળી.

Niraj Patel