રાધનપુરના જવાનની અંતિમ યાત્રામાં હજારોની જનમેદની ઉમટી પડી, આખું ગામ હીબકે ચઢ્યું

ઘણા જવાનો દિવસ રાત માતૃભૂમિની રક્ષા માટે દુશ્મનો સામેની અથડામણમાં શહીદી વહોરી લેતા હોય છે પરંતુ તેઓ આપણા દેશની રક્ષા ખડેપગે કરતા હોય છે. ઘણીવાર જવાન સરહદ ઉપર ઠંડી, તડકો અને વરસાદ સહન કરીને પણ દેશની રક્ષા કરે છે. આતંકી અથડામણમાં ઘણીવાર દેશનમા જવાનો શહીદ થઇ જતા હોય છે અને ઘણીવાર એવું બનતુ હોય છે કે તેમનું બીમારીને કારણે નિધન થઇ જતુ હોય છે.

તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર

હાલ આવા જ એક જવાન શહીદ થયા છે, જેઓ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામના છે. આ આર્મી જવાનનું નામ લાલાભાઇ રબારી છે. તેમનું લાંબી બીમારી બાદ ત્રણ ડિસેમ્બરના રોજ મુંબઇની આર્મી હોસ્પિટલમાં નિધન થઇ ગયુ હતુ અને તેમના પાર્થિવ દેહને ગઇકાલના રોજ અંતિમ સંસ્કાર માટે ગોતરકા ગામ લાવવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં આજુબાજુના ગામોના લોકો પણ ઉમટી પડ્યા હતા.

લાલાભાઇ છેલ્લા પાંચેક વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. જવાન કેન્સરની બીમારીથી પીડિત હતા અને તેઓ છેલ્લા કેટલાક સમયથી મુંબઇની આર્મી હોસ્પિટલમાં હતા. તેઓ છેલ્લે શ્રીનગર ખાતે ફરજ બજાવતા હતા. તેમનું નિધન થતા તેમના પાર્થિવ દેહને ગઇકાલના રોજ અંતિમ સંસ્કાર માટે માદરે વતન ગોતરકા ગામ લાવવામાં આવ્યો હતો અને તેમનો પાર્થિવ દેહ આવતા જ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. તેમની રાજકીય સમ્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Shah Jina