મહિલા શિક્ષિકાએ બાળકો સાથે આ ગીત પર લગાવ્યા જબરદસ્ત ઠુમકા, જોઈને લોકોનો ગયો પિત્તો, જુઓ શું શું કહ્યું ?

પતલી કમરિયાં ગીત પર કમર મટકાવીને આ શિક્ષિકાએ આખું સોશિયલ મીડિયા ગજવ્યું, બાળકો પાસે પણ કરાવ્યું એવું કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ કોઈને કોઈ ઘટના એવી વાયરલ થઇ જાય છે જે ચર્ચાનો વિષય બની જતી હોય છે. આજકાલ રીલ્સનો જમાનો છે અને મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં રીલ બનાવીને ફેમસ બનવા માંગતા હોય છે, તેમાં પણ લોકો અલગ અલગ કન્ટેન્ટ ક્રિએટ કરતા જોવા મળે છે. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને કેટલાક લોકો પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો ખરીખોટી સંભળાવી રહ્યા છે.

આજે સ્કૂલમાં ભણતા બાળકો અને શિક્ષકો પણ સોશિયલ મીડિયામાં રીલ બનાવીને પોસ્ટ કરતા હોય છે. કેટલીક શિક્ષિકાઓ પણ બાળકો સાથે ગીતો પર ઠુમકા લગાવતી જોવા મળતી હોય છે. હાલ એવી જ એક શિક્ષિકાનો વીડિયો ચર્ચામાં આવી ગયો છે. આ વીડિયોમાં એક મહિલા શિક્ષિકા ક્લાસરૂમમાં બાળકોની સામે ભોજપુરી ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે અને ખાસ વાત એ છે કે બાળકો પણ તેના ડાન્સમાં તેને સપોર્ટ કરતા જોવા મળે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીત વાગી રહ્યું છે અને સાડી પહેરેલી મહિલા ટીચર તેના પર ડાન્સ કરી રહી છે, તેની સાથે ક્લાસના તમામ બાળકો પણ તેને સપોર્ટ કરી રહ્યાં છે. આ બાળકોમાં છોકરાઓ અને છોકરીઓ બંનેનો સમાવેશ થાય છે. તમે ઘણી મહિલા શિક્ષકોને શાળાઓમાં અલગ-અલગ રીતે ભણાવતી જોઈ હશે, પરંતુ તમે ભાગ્યે જ કોઈ શિક્ષકને બાળકોની સામે આ રીતે ડાન્સ કરતા જોયા હશે અને તે પણ ભોજપુરી ગીત પર.

હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ વાયરલ વીડિયોને લઈને ઘણા લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઘણા લોકોને આ શિક્ષિકાનો ડાન્સ પસંદ આવી રહ્યો છે તો ઘણા લોકોને આ ડાન્સ કરવો યોગ્ય નથી લાગ્યો અને કોમેન્ટ કરીને બાળકો સામે આવો ડાન્સ ના કરવાનું પણ કહી રહ્યા છે.

Niraj Patel