મહિલા સબ ઇંસ્પેક્ટરનો વાયરલ થયો વીડિયો, લોકો શેર કરતા થાકતા નથી, જાણો શુ છે એવું

કોણ છે આ લેડી સિંઘમ? જેની સ્ટાઇલ જોઈને ભલભલા પાણી પાણી થઈ જાય છે

કહેવાય છે કે એક મહિલા તેમના બધા કર્તવ્યોને નિભાવે છે અને જયારે માતાની ભૂમિકામાં હોય છે ત્યારે તો તે ઘણી જ મમતાદાયી હોય છે. મધર્સ ડેના અવસર પર વધારે લોકોએ તેમની માતાને યાદ  કરી અને તેમની સાથે પળો વીતાવી.

હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં પોલિસની ડ્યુટી કરતા મહિલા સબ ઇંસ્પેક્ટર અનિતા ઘરે પહોંચી તો પાછળ પાછળ તેની દીકરી પણ ભાગવા લાગી જાય છે.

મહારાષ્ટ્ર પોલિસની અધિકારી રેંકની મહિલાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેને બે લાખ 65 હજાર લાઇક્સ પણ મળી ચૂકી છે અને 44 લાખ વાર આ વીડિયોને જોવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં રહેતા અને લેડી સિંઘમ તરીકે ઓળખાતા આ મહિલા અધિકારી બીજુ કોઈ નહીં પરંતુ સબ ઈન્સ્પેક્ટર અનિતા ફાસાટે ભાગીલે છે.

પોતાની ડ્યૂટી પર હંમેશા તૈનાત સબ ઈન્સ્પેક્ટર અનિતાના ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. ફોલોઅર્સ વધવાનું મુખ્ય કારણ તેની વર્દી કે પોલીસનો રૂઆબ નહીં પરંતુ તેમનું પોતાનાપણું અને પરિવાર પ્રત્યે પ્રેમ છે. જ્યારે પણ તેઓ ડ્યૂટી પર તૈનાત હોય છે ત્યારે ખુબ કામ કરે છે.

અનેકવાર તેમના સ્ટાઈલિશ અંદાજને જોઈને લોકો વિચારમાં પડી જાય છે, પરંતુ તેમનો આ નિરાળો અંદાજ લોકોને ખુબ પસંદ પડે છે. અનિતા ફાસાટે-ભાગીલેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 52 હજાથી વધુ ફોલોઅર્સ છે. તેમની એક પુત્રી છે જેને તેઓ ખુબ પ્રેમ કરે છે. પુત્રી સાથેની તસવીરો પણ ઘણીવાર વાયરલ થતી હોય છે.

Shah Jina