ટ્રેનમાં ટ્રાવેલ કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, કચ્છની મહિલા સયાજી એક્સપ્રેસમાં એક ભૂલથી યુવતીનું થયું મૃત્યુ

ટ્રેનમાં એક ભૂલ થઇ અને કચ્છની બીજલ વોરાનું થયું મૃત્યુ, જો જો તમે આ ભૂલ ન કરતા…

ટ્રેનની મુસાફરી દરમિયાન ઘણા લોકો એવા હોય છે જે દરવાજે ઉભા રહેતા હોય છે, પરંતુ ઘણીવાર ટ્રેનના દરવાજે ઉભા રહેવું જોખમ કારક પણ બને છે. ઘણીવાર દુર્ઘટના સર્જતાં લોકો મોતને પણ ભેટે છે ત્યારે આવી જ એક ઘણા કચ્છથી મુંબઈ જઈ રહેલી કચ્છની મહિલા સાથે ઘટી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છથી સયાજીનગરી એકસપ્રેસમાં એસ-3 કોચમાં મુસાફરી કરતી 35 વર્ષીય  બીજલ વીરા બોરીવલી સ્ટેશને ઊતરતાં પહેલાં ટ્રેન ભાયદંર નજીક પહોંચતાં સ્ટેશન કેટલું દૂર છે તે જોવા દરવાજા પાસે ગઈ અને અચાનક ચાલતી ટ્રેનમાંથી પડી જતાં ગંભીર હાલતમાં ભાયંદરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં મંગળવારે સવારે તેનું મોત થયું હતું

આ બાબતે મીડિયા સાથે વાત કરતા બીજલના એક સંબંધીએ જણાવ્યું હતું કે “બીજલના બનેવીના દીકરાની મુંડનવિધિ હોવાથી તે, તેની દીકરી અને અમે કુલ ૧૧ સંબંધીઓ મુંબઈથી ૧૬ નવેમ્બરે વતન ગયાં હતાં. ૨૧મીએ રાતની અમારી પાછા ફરવાની ટિકિટ હતી. અમે બધા સાથે જ પાછા ફર્યા હતા. બાવીસ નવેમ્બરે બોરીવલી આવવાને આઠ જ મિનિટની વાર ત્યારે તે પોતોની સીટ પરથી ઊભી થઈને વૉશરૂમ ગઈ હતી. દરવાજા પાસેના પહેલા જ કમ્પાર્ટમેન્ટમાં અમે બધા હતા. તે વૉશરૂમ જઈને આવી અને દરવાજા પાસે પૅસેજમાં ઊભી હતી.”

તેમને આગળ જણાવ્યું કે, “અમે લોકો સામાન આગળ સરકાવી રહ્યા હતા ત્યાં તે દરવાજામાંથી બહાર પડી ગઈ. ભાઈંદર સ્ટેશનથી આગળ વધ્યા બાદ ટ્રેન માંડ ૨૦૦થી ૨૫૦ મીટર જ દૂર ગઈ હતી. તેને ચક્કર આવવાથી પડી ગઈ કે પછી ટ્રેનના ઝટકાને કારણે તેણે બૅલૅન્સ ગુમાવ્યું એની ખબર ન પડી. તેની પાછળ પણ કોઈ નહોતું કે ધક્કો લાગ્યો હોય. તરત જ અમે ચેઇન ખેંચીને ટ્રેન રોકી હતી. એ વખતે ટ્રેન બહુ ફાસ્ટ પણ નહોતી અને બહુ સ્લો પણ નહોતી”

બીજલની તબિયત સોમવારે થોડી સ્થિર થતાં મંગળવારે સવારે તેના માથાની ઈજાની સારવાર માટે ઓપરશેન કરવાનું હતું, પરંતુ તેનું બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જતાં ડોકટરોના પ્રયાસ છતાં સવારે 7 વાગ્યા આસપાસ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મંગળવારે સાંજે તેનું પોસ્ટમોર્ટમ પછી નજીકના પરિવારજનોની હાજરીમાં મીરા રોડ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મૂળ કચ્છના દેવપુર ગામની કચ્છી વીસા એસવાળ જ્ઞાતિની બીજલ વીરા મીરા રોડના શાંતીનગર સેક્ટર-૧માં પતિ વિશાલ, સાસુ-સસરા અને દીકરી સાથે રહેતી હતી. આ અકસ્માત સંદર્ભે વસઈ રેલવે પોલીસમાં એડીઆરની નોંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના મૃતદેહને ભાઈંદરની તુંગા હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલાયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટના સંદર્ભે બીજલના સંબંધીએ મીડિયાને એમ પણ જણાવ્યું હતું કે, “તે ટ્રૅક પર પડી હતી. ટ્રેન રોકાતાં તરત જ રેલવે પોલીસ પણ દોડી આવી હતી. અમે તેમને નજીકની પદ્મજા હૉસ્પિટલમાં લઈ ગયા હતા. શરૂઆતમાં તે થોડી ભાનમાં હતી. ડૉક્ટરોએ તેની સારવાર ચાલુ કરી હતી. તેને કૉલર બૉર્નનું ફ્રૅક્ચર થયું હતું એટલે મંગળવારે સવારે તેની સર્જરી કરવાની હતી. જોકે એ સર્જરી થાય એ પહેલાં જ તેના પલ્સ-રેટ અને હાર્ટબીટ ઘટવા માંડ્યા હતા એટલે સર્જરી રોકીને તેને તરત જ વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. જોકે થોડી જ વારમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.”

Niraj Patel