કચ્છના ફેમસ સિંગરનો બીભત્સ ગંદો વીડિયો વાયરલ, 25 લાખ માંગ્યા અને આ રીતે લૂંટી લીધા…

હાલમાં જ કચ્છમાંથી એક હનીટ્રેપના શિકારની હોંશ ઉડાવી દે તેવી ઘટના સામે આવી છે. આ વખતે તો મિટિંગના ઈરાદાઓથી એક લોકગાયકને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. ભુજ તાલુકાના ચુબડક ગામના એક ક્લાકારનો બીભત્સ વીડિયો ઉતારી 2 ઈસમો દ્વારા બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો. જે બાદ આરોપીઓએ 25 લાખની ખંડણી માંગી હતી. પણ ભોગ બનેલા લોકગાયકે પોલીસ ફરિયાદ નોંધાવી મદદ કરવાનો સૂર રેલાવ્યો છે.

કલાકારને ગયા મહિને ભુજના અંજલિ નગર -2માં રહેતી નઝમાં જુશબ લંઘાએ કામના બહાને પોતાના ઘરે બોલાવી નશા વાળી ચા પીવડાવી દીધી હતી. પછી કલાકાર ભાનમાં આવતા નવી દુધઈ પાસેના નવગામનો આરોપી અને તેની સાથેનો અન્ય એક અજાણ્યો ઇસમ તેની સામે આવી ગયા હતા અને પોલીસની ટીમમાંથી આવીએ છીએ તેમ બોલીને 12 હજાર પડાવી લીધા અને પીલીસનો ભય બતાવી વધુ નાણાંની માગ કરી હતી.

આ ઉપરાંત ઇન્ટરનેટમાં વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જોકે, ત્યારબાદ વીડિયો વાયરલ પણ કર્યો હતો. ગંદી ગંદી કપડાં વગરની હાલતમાં વીડિયો ક્લિપ ઉતારી 25 લાખની માતબર રકમની પણ માગણી ઈસમો દ્વારા કરવામાં આવી હતી. ફેમસ કચ્છના ફેમસ કલાકારેએ પણ ખુલાસો કર્યો છે કે આરોપી મહિલાનો પતિ 15 વર્ષથી તેના ગ્રુપમાં ઢોલ વગાડતો હતો.

સાથે ઘણા સમયથી ઢોલી પતિના હાથ કામ કરતા ન હોવાથી તેણે ગ્રુપમાંથી અળગો કરી દેવામાં આવ્યો હતો. તે પછી બદઈરાદાથી તેણે ઢોલી પતિએ ભુજની મહિલા સાથે સાંઠગાંઠ કરી લોકકલાકારને ઘરે બોલાવ્યો હતો જે બાદ બીભત્સ વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

YC