કચ્છમાં ક્ષત્રિયના દીકરાએ મુસ્લિમ યુવક માટે જીવ આપી દીધો, સો સો સલામ..જાણો સમગ્ર ઘટના

જીતેન્દ્રસિંહ જાડેજા નામના ક્ષત્રિય યુવકે મુસ્લિમ યુવકને બચાવવા કૂદકો મર્યો પણ બંનેના મૃત્યુ થયા…જાણો સમગ્ર વિગતવાર

આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે જાત-પાત અને જ્ઞાતિ સમાજના નામ ઉપર હંમેશા લડતા ઝઘડતા હોય છે, પરંતુ આ બધા વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જેને કોમી એકતાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ યુવકે એક મુસ્લિમ યુવકનો જીવ બચાવવા માટે પોતાના જીવનું પણ બલિદાન આપી દીધું.

આ ઘટના સામે આવી છે કચ્છના ભચાઉમાંથી. જ્યાં એસઆરપી કેમ્પ નજીક નર્મદા કેનાલમાં એક મુસ્લિમ યુવક અક્રમ યુસુફભાઇ અબડા તેની માતાની આંખો સામે જ અકસ્માતે કેનાલમાં ડૂબી રહ્યો હતો. આ યુવકને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બલવંતસિંહ જાડેજાએ પોતાના જીવની ચિંતા કર્યા વગર જ કેનાલમાં ઝંપલાવ્યું.

પરંતુ અક્રમ સાથે જીતેન્દ્ર સિંહ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો. આ ઘટના બાદ અક્રમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાના 20 કલાક બાદ જે જગ્યાએ બનાવ બન્યો હતો તેનાથી 10 કિલોમીટર દૂર એનઆરઆઈ કોક કંપનીની પાછળ થતી નર્મદા કેનાલમાંથી જીતેન્દ્રસિંહ જાડેજાનો પણ મૃધે મળી આવ્યો.

આ બંને યુવકોના નિધનના કારણે હિન્દૂ અને  મુસ્લિમ સમાજ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મુસ્લિમ યુવકને બચાવવા માટે કૂદી જનારા જીતેન્દ્ર સિંહ જાડેજા ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સની ઓફિસમાં નોકરી કરતો હતો. 12 તારીખે રવિવારની રજા હોવાના કારણે તે પોતાના ઘરે આવ્યો હતો.

આ દરમિયાન તે ભચાઉ થોડો સામાન લેવા માટે જતો હતો ત્યારે જ મુસ્લિમ યુવક અક્રમની માતા તેના દીકરાને બચાવવા માટે બૂમો પાડી રહી હતી. જેના બાદ જીતેન્દ્રએ પોતાના જીવની ચિંતા કર્યા વગર પાણીમાં ઝંપાવ્યું અને આ પરોપકારી યુવાને પોતાનો જીવ આપી દીધો. આ ઘટના બાદ જીતેન્દ્ર સિંહના ઘરે દીલ્હીના માજી સાંસદ મૌલાના ઉબેદૂલાખાન આઝમી, હાજી જુમાભાઈ રાયમા, વાઘુભા જાડેજા, શૈલેન્દ્ર સિહ જાડેજા શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

Niraj Patel