અરે બાપ રે…. આ લોકપ્રિય રોક્સ્ટારના 6 વાળ લોકો લાખો રૂપિયા આપીને પણ ખરીદવા થયા તૈયાર, જાણો કોણ છે તે ?

દુનિયાના સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય રોક્સ્ટારમાં સામેલ કોબેને ભલે 1994માં દુનિયાને અલવિદા કહી દીધું હોય પરંતુ તેના ચાહનારા લોકની આજે પણ કોઈ કમી નથી. હાલમાં જ કર્ટ કોબેનના માત્ર 6 વાળની હરાજી કરવામાં આવી હતી, પરંતુ તેમની લોકપ્રિયતા એ હદ સુધી છે કે તેના આ છ વાળ પણ લાખો રૂપિયામાં લોકો ખરીદવા માટે તૈયાર થયા.

અમેરિકી સિંગર, સોનગરેટર, ગિટારિસ્ટ અને નિર્વાણા બેન્ડના પ્રમુખ સદસ્ય કર્ટ કોબેન માત્ર 27 વર્ષની ઉંમરમાં જ આપઘાત કરીને દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો હતો. હાલમાં જ આઇકોનિક ઓક્શન્સમાં 14145 ડૉલર્સ એટલે કે લગભગ 10 લાખ રૂપિયામાં તેના છ વાળ નીલામ થયા. આ વાળને ઘણા વર્ષોથી પ્લાસ્ટિકમાં સાચવીને રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નિર્વાણાના પહેલા આલ્બમ રિલીઝના ચાર મહિના પછી જ કર્ટએ હેરકટ કરાવ્યું હતું. તેનું આલ્બમ સુપરહિટ રહ્યું હતું. અને કર્ટ રાતો રાત રોકસ્ટાર બની ગયો હતો. ત્યારબાદથી જ તેની સાથે જોડાયેલી દરેક વસ્તુઓ બ્રાન્ડના રૂપમાં જોવામાં આવતી. કર્ટનું હેરકટ તેના મિત્ર ટેસા ઓસ્બોર્ન દ્વારા ઓક્ટોબર 1989માં કરવામાં આવ્યું હતું.

આ પહેલા ગયા વર્ષે જૂન 2020માં તેના પ્રખ્યાત ગિટારની પણ નીલામી કરવામાં આવી હતી. આશા રાખવામાં આવી હતી કે તેનું આ ગિટાર 1-2 મિલિયન ડૉલર્સમાં નીલામ થઇ જશે. પરંતુ આ ગિટાર 6 મિલિયન ડોલર્સ એટલે કે 44 કરોડ રૂપિયાની રેકોર્ડ ટોડ કિંમતમાં નીલામ થયું હતું. તેની સાથે જ કર્ટનું આ ગિટાર દુનિયાનું સૌથી મોંઘુ ગિટાર સાબિત થયું.

ઉલ્લેખનીય છે કે કર્ટ કોબેન દ્વારા વર્ષ 1987માં બેન્ડ નિર્વાણાની શરૂઆત કરવામાં આવી હતી. પોતાની જિંદગીના છેલ્લા દિવસોમાં તે હેરોઇન, ડ્રગ્સ અને ડિપ્રેશનમાં ઝઝૂમી રહ્યો હતો. 27 વર્ષની ઉંમરમાં જ તેની મોત થઇ ગયું હતું. પરંતુ આ પહેલા તે પોતાના મ્યુઝિક આલ્બમના સહારે દુનિયાના સૌથી પ્રભાવશાળી રોક્સ્ટારમાં પોતાની જગ્યા બનાવવામાં કામયાબ રહ્યો હતો.

Niraj Patel