સૂર્ય હાલમાં મકર રાશિમાં છે અને કાલથી તે મકર રાશિમાંથી કુંભ રાશિમાં ગયો. 14 July 2024 સુધી આ જ રાશિમાં રહ્યો, જ્યાં શનિદેવ પહેલાથી જ બિરાજમાન છે. ત્યારે કુંભ રાશિમાં શનિ અને સૂર્યથી બધી રાશિના જાતકોને શુભ અને અશુભ ફળ મળી શકે છે, પણ સૂર્યનું રાશિ પરિવર્તન 3 રાશિઓ માટે ઘણુ લાભકારક સાબિત થશે. તો ચાલો જાણીએ.
સિંહ: નોકરી શોધી રહેલા લોકોને ઈન્ટરવ્યુમાં સફળતા મળશે. વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો ઉકેલ આવશે, પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. જીવનસાથીને દરેક વળાંક પર સપોર્ટ કરવા માટે તૈયાર રહો. નોકરીની વાત કરીએ તો, સારા પેકેજ સાથેની ઓફર મળી શકે છે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમને મહેનતનું ફળ મળશે. ધન લાભની નવી તકો મળશે. વેપારમાં વિસ્તાર થશે.
ધનુ: આ રાશિના લોકોને જબરદસ્ત લાભ મળશે તેમજ નોકરીમાં પ્રગતિ થશે, વેપારમાં લાભ મળશે. ભૌતિક સુખ-સુવિધાઓ અને સંપત્તિમાં વધારો થશે. નોકરી-વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ, પરિવાર અને મિત્રોના સહયોગથી કાર્યમાં આવતા અવરોધો દૂર થશે.
કુંભ: નવા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. પહેલા કોઇ રોકાણ કર્યુ હશે તો તેમાંથી સારું રિટર્ન મળશે. ધન આવવાના નવા રસ્તા મોકળા થશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતુ નથી.)