સિંગર, સોન્ગ રાઇટર, એન્ટરપ્રિન્યોર અને મેંટલ હેલ્થ એડવોકેટ આ બધા ખાસિયત અનન્યા બિરલા ખૂબ સારી રીતે નિભાવે છે. આમ તો અનન્યા બિરલા કોઇ ઓળખની મોહતાજ નથી પણ જો તમને ખબર ના હોય તો જણાવી દઇએ કે તે દેશના અરબપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાની દીકરી છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની 28 વર્ષિય દીકરી સંગીતની દુનિયામાં જાણિતુ નામ છે.
સંગીતથી હટી તે અન્ય ક્ષેત્રમાં પણ પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરી રહી છે. 17 જુલાઇ 1994ના રોજ જન્મેલી અનન્યા બિરલા એક ભારતીય સિંગર, ગીતકાર, ઉદ્યમી છે. 2016માં સંગીતની દુનિયામાં પગ મૂક્યા બાદ તે ઘણી દિગ્ગજ હસ્તિઓ સાથે કામ કરી ચૂકી છે. તેની ફેન ફોલોઇંગ પણ વધતી જઇ રહી છે. અનન્યા ભારતની એકમાત્ર એવી આર્ટિસ્ટ છે જેના ઇંગ્લિશ સિંગલને પ્લેટિનમ સર્ટિફિકેટ મળ્યુ છે.
પ્લેટિનમ સર્ટિફિકેટ વિશે જણાવીએ તો, આ કોઇ આલ્બમની 1 મિલિયન કોપી કે પછી કોઇ સિંગલની 2 મિલિયન કોપી વેચાવા પર મળે છે. અનન્યાના પાંચ સિંગલ્સને પ્લેટિનમ અને ડબલ પ્લેટિનમ સ્ટેટસ મળી ચૂક્યુ છે. 2020માં બિરલા લોસ એંજિલ્સમાં મેવરિક મેનેજમેન્ટ સાથે હસ્તાક્ષર કરનારી પહેલી ભારતીય આર્ટિસ્ટ બની. જે બાદ તેણે લેટ દેયર બી લવ અને એવરીબડીઝ લોસ્ટ જારી કર્યુ. અનન્યા સ્વતંત્ર માઇક્રોફિનની સંસ્થાપક છે, જે ગ્રામીણ ભારતમાં મહિલાઓને માઇક્રોફાઇનેંસ પ્રદાન કરે છે.
તે Ikai Asai ની સંસ્થાપક અને Mpower ની સહ-સંસ્થાપક છે. તેને તેના કામ અને ઉદ્યમતા માટે પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. જેમાં યંગ બિઝનેસ પર્સન માટે 2016નો ET Panache Trendsetters પુરસ્કાર પણ સામેલ છે અને 2018ના GQ ના સૌથી પ્રભાવશાળી ભારતીયોમાંના એક રૂપમાં સૂચીબદ્ધ કરવામાં આવી છે. તેણે માનસિક સ્વાસ્થ્ય, સમાનતા, શિક્ષણ, નાણાકીય સમાવેશ, આબોહવા પરિવર્તન અને માનવતાવાદી રાહત પ્રયત્નોને સમર્થન આપવા અનન્યા બિરલા ફાઉન્ડેશનની શરૂઆત કરી.
તે ભારતીય ઉદ્યોગપતિ અને આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની પુત્રી અને ભારતીય ક્રિકેટર આર્યમન બિરલાની બહેન છે. અનન્યા બિરલાએ નાની ઉંમરે સંગીતમાં રસ કેળવ્યો, 11 વર્ષની ઉંમરે સંતૂર વગાડવાનું શીખ્યુ. તેણે તેની ગ્રેજ્યુએશન ડિગ્રી માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો, પણ ડિગ્રી પૂર્ણ કર્યા વિના અભ્યાસ છોડી દીધો.
View this post on Instagram
અનન્યા દેશના અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને નીરજા બિરલાનું સંતાન છે અને બિરલા પરિવારની છઠ્ઠી પેઢી છે. બિરલા પરિવાર મૂળરૂપે રાજસ્થાનના પિલાનીનો છે. અનન્યા બોલિવુડના તમામ સ્ટારકિડ્સથી વધારે ટેલેન્ટેડ છે. પણ તે મીડિયામાં વધારે ચર્ચામાં નથી રહેતી. તે ના તો પોતાના શોનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરે છે અને ના પોતાના સિંગિંગ વીડિયો શેર કરે છે. અનન્યા પોતાના બિઝનેસ સાથે સાથે સિંગિંગ શો પણ કરતી રહે છે.
View this post on Instagram
તેના શોને લોકો ઘણો પસંદ કરે છે. બિઝનેસમેનની દીકરી હોવા છત્તાં પણ તેની એક અલગ જ ઓળખ છે. અનન્યાએ લેકમે ફેશન વીક 2017 દરમિયાન લાઇવ પરફોર્મન્સમાં MeantToBe ગીત ગાયુ હતુ, તેના પરફોર્મન્સની ઘણી સરાહના કરવામાં આવી હતી. તેના આલ્બમ સોન્ગ Livin’ the Life ને સાંભળી યુનીવર્સલ મ્યુઝિક ઇન્ડિયાના એક સિંગરના રૂપમાં સાઇન કરવામાં આવી હતી.
View this post on Instagram