રાજકોટમાં ક્ષત્રિયોએ લીધા શપથ : ‘રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન…’ જુઓ વીડિયો

‘જય રાજપૂતાના…’ માં આશાપુરાના મંદિરે ક્ષત્રિય સમાજના યુવાનો-વડીલોએ લીધી પ્રતિજ્ઞા…રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાન…

હાલમાં ગુજરાતમાં એક મામલો ઘણો ચર્ચામાં છે અને તે છે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ, ગુજરાતના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિરોધનો.. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલું નિવેદન સમગ્ર રાજ્યના ભાજપ પક્ષ માટે ખૂબ જ મોંઘું સાબિત થયું છે. 23 માર્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં રૂપાલાને રાજકોટમાં એક કાર્યક્રમમાં એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા, ત્યારે તેમણે દમન ગુજારેલું અને મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા.

એક હજાર વર્ષ બાદ રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા. ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે જેનું મને ગૌરવ છે. જો કે, આ નિવેદન બાદ રૂપાલાએ માફી પણ માગી હતી. પરંતુ તેમના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

ત્યારે હાલમાં રાજકોટમાં મા આશાપુરાના મંદિરે 350થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ શપથ લીધા. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો, જેમાં સાંભળી શકાય છે કે ‘હું પ્રતિજ્ઞા લઉં છું કે, મા આશાપુરાના સાંનિધ્યમાં મા આશાપુરાની સોગંદ ખાઉં છું કે ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ માટે, તેમના સ્વમાન માટે મારા સમાજે જે માગણી મૂકી છે,

જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે અને હું મારી સાથે અઢારેય વરણના એવા પાંચ-પાંચ મતને ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ મતદાન આપવાના મા આશાપુરાના સમ ખાઉં છું, જય જય રાજપૂતાના…જય માતાજી….’ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ 100 ટકા મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina