વડોદરામાં ફેરાથી લઇને લગ્નની કસમો અને હનિમુન સુધી, પરંતુ કહાનીમાં ક્યાંય નહિ હોય દુલ્હો…પોતાની સાથે જ કરવા જઇ રહી છે લગ્ન

ફેરા-માંગમાં સિંદૂર…પરંતુ નહિ હોય દુલ્હો, વડોદરાની આ છોકરી પોતાની સાથે જ કરવા જઇ રહી છે લગ્ન, હનીમૂન માટે આ ખુબસુરત જગ્યાએ જશે

લગ્નને લઈને છોકરીઓના અલગ-અલગ સપના હોય છે અને ઘણી ઈચ્છાઓ પણ હોય છે. દરેક યુવતીની જેમ 24 વર્ષની ક્ષમા બિંદુ પણ તેના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તેના લગ્ન 11 જૂને છે. તેણે લહેંગાથી લઈને પાર્લર અને જ્વેલરી સુધી બધું જ બુક કરાવ્યું છે.

પરંતુ ખાસ વાત એ છે કે તેની સાથે લગ્ન કરવા માટે કોઈ દુલ્હો નહીં હોય. તમને સાંભળીને નવાઈ લાગશે કે દુલ્હા વગર લગ્ન કેવી રીતે થાય ? ક્ષમા પોતાના સાથે જ લગ્ન કરવા જઈ રહી નથી. ખાસ વાત એ છે કે ક્ષમા ફેરા પણ ફરશે, માંગમાં સિંદૂર પણ લગાવશે. પરંતુ લગ્નમાં ન તો દુલ્હો હશે કે ન તો જાન આવશે. આવા લગ્ન ગુજરાતમાં પ્રથમ લગ્ન હશે,

જેમાં કોઇ છોકરી પોતાની સાથે જ લગ્ન કરશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ક્ષમાના લગ્ન એ પ્રથમ સ્વ-લગ્ન અથવા સોલોગામી હશે. ક્ષમા કહે છે કે તે અન્ય છોકરીઓની જેમ દુલ્હન બનવાનું સપનું જુએ છે પરંતુ લગ્ન કરવા માંગતી નથી. આ કારણે તેણે વર વગર લગ્ન કરવાનું વિચાર્યું અને હવે તે વરરાજા વગર લગ્ન કરવા જઈ રહી છે. ક્ષમાએ કહ્યું કે હું ક્યારેય લગ્ન કરવા માંગતી નથી પણ દુલ્હન બનવા માંગતી હતી.

તેથી મેં મારી પોતાની સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે કદાચ હું મારા દેશમાં સ્વ પ્રેમનું ઉદાહરણ બેસાડનારી પહેલી છોકરી છું. પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહેલી ક્ષમા 11 જૂને લગ્ન કરશે. આ પછી તે હનીમૂન માટે ગોવા પણ જશે. તેણે કહ્યું કે તેના પરિવારને તેના નિર્ણય સામે કોઈ વાંધો નથી. તેના માતાપિતા ખુલ્લા મનના છે અને ક્ષમાને આશીર્વાદ આપે છે. ક્ષમા એક ખાનગી પેઢીમાં કામ કરે છે. તેણે કહ્યું કે લગ્ન એ પોતાની જાત પ્રત્યેની પ્રતિબદ્ધતા છે, બિનશરતી પ્રેમમાં રહેવું. તે સ્વ-સ્વીકૃતિનું કાર્ય છે.

લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરુ છુ તેથી મેં મારી જાત સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. “કેટલાક લોકો પોતાની જાત સાથે લગ્ન કરવાને અપ્રસ્તુત ગણી શકે છે,” તેણે કહ્યું. પરંતુ હું જે બતાવવા માંગુ છું તે એ છે કે સ્ત્રીઓ મહત્વપૂર્ણ છે.ક્ષમાએ કહ્યુ લગ્નમાં લેવા માટે મેં પાંચ પ્રતિજ્ઞા લખી છે. આટલું જ નહીં, ક્ષમાએ લગ્ન પછી હનીમૂન માટે ગોવા પસંદ કર્યું છે જ્યાં તે બે અઠવાડિયા રોકાશે.

Shah Jina