કેદારનાથમાં ગુજરાતી દીકરી કૃતિ બારડના જન્મદિવસ પર પિતાએ ચિતાની તૈયારી કરવી પડી, હે ભગવાન આવું કેમ કર્યું તમે

મૃત્યુ પહેલા દીકરી કૃતિએ પિતાને પ્રેમથી ખખડાવી નાખ્યા હતા, જન્મદિવસ પર પિતાએ ચિતાની તૈયારી કરવી પડી

કેદારનાથમાં ઘટેલી હેલીકૉપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ દીકરીઓના દુઃખદ મોત થયા. આ અકસ્માતમાં કુલ 7 લોકો માર્યા ગયા જેમાં 3 તો ભાવનગરની દીકરીઓ હતી, તેમના મોત બાદ તેમના પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે, વળી સૌથી દુઃખદ વાત તો એ છે કે આ ત્રણ દીકરીઓમાંથી એક દીકરીનો તો એજ દિવસે જન્મદિવસ પણ હતો અને પરિવારે સવારે જ ફોન ઉપર વાત કરી હતી.

બે દિવસ પહેલા જ એટલે કે 18 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 11.34 વાગ્યે આર્યન કંપનીનું હેલિકોપ્ટર કેદારનાથથી ગુપ્તકાશી (મસ્તા) માટે છ મુસાફરો સાથે ટેકઓફ થયું હતું પરંતુ ગરુડચટ્ટી દેવદર્શિનીમાં ગાઢ ધુમ્મસ વચ્ચે હેલિકોપ્ટરના પાયલટને સાચી દિશા દેખાઈ ન હતી અને સવારે 11.36 વાગ્યે હેલિકોપ્ટર અચાનક ટેકરી સાથે ટકરાઈ ગયું હતું અને તૂટીને જમીન પર પડ્યું.

આ દુર્ઘટનામાં પાયલોટ સમેત 7 લોકોના મોત નિપજ્યા હતા, આ દુર્ઘટનામાં ભાવનગરની પણ ત્રણ દીકરીઓ સામેલ હતી. ભાવનગરમાં રહેતી બે પિતરાઈ બહેનો ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ આ દુર્ઘટનામાં મોતને ભેટી જયારે અન્ય એક યુવતી પૂર્વા રામાનુજ ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હતી. આ ઘટનાની જાણ થતા જ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું.

આ ત્રણેય યુવતીઓ કેદારનાથ દર્શન માટે ગઈ હતી. જેમાં પૂર્વા રામાનુજે તેના સોશિયલ મીડિયામાં કેદારનાથ દર્શનની તસવીરો પણ શે કરી હતી, સાથે જ હેલીકૉપ્ટરમાં બેઠા બાદ એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં આકાશમાંથી કેદારનાથનો નજારો તેને બતાવ્યો હતો, આ તેનો અંતિમ વીડિયો બની ગયો. આ વીડિયો બનાવ્યાના થોડા સમય બાદ જ હેલીકૉપ્ટર દુર્ઘટના ગ્રસ્ત બન્યું અને અંદર બેઠેલા તમામ લોકો મોતને ભેટ્યા.

આ દુર્ઘટનામાં મોતને ભેટેલ ભાવનગરમાં રહેતી કમલેશ બારડની દીકરી કૃતિ બારડ આજ દિવસે 30 વર્ષની થઇ હતી. ત્યારે આ ખાસ દિવસ ઉપર તેને પોતાની બહેન ઉર્વી સાથે જ કેદારનાથ ધામમાં દર્શન કર્યા. આ દરમિયાન પરિવાર સાથે પણ ફોનમાં વાત થઇ હતી અને કૃતિ તેના જન્મ દિવસે આ ખાસ જગ્યાની મુલાકાત અને દર્શનને લઈને ખુશ હતી. પરંતુ તેની ખુશી વધુ લાંબો સમય ના ચાલી અને બે કલાક બાદ જ હેલીકૉપ્ટર ક્રેશમાં તેનું નિધન થવાની ખબર આવી.

Niraj Patel