અરમાનની બીજી બૈરી કૃતિકાએ પોતાના બાળકને છોડીને પહેલી બૈરી પાયલના બાળક સાથે કર્યું એવું કે વીડિયો જોઈને લોકોના પણ હોંશ ઉડી ગયા, જુઓ તમે પણ

Kritika Malik Breastfeeding: યુટ્યુબ દ્વારા વીડિયો બનાવીને ચર્ચામાં આવેલ મશહૂર યુટ્યૂબર અરમાન મલિક (youtuber armaan malik) હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતો હોય છે. ખાસ કરીને તે તેના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં આવે છે. તેની બે પત્નીઓ છે અને બંને પત્નીઓ એક સાથે ગર્ભવતી બની અને હાલમાં જ બાળકોને જન્મ પણ આપ્યો છે. ત્યારે આ દરમિયાનના તેના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

અરમાન માલિકની બંને પત્નીઓએ લગભગ 20 દિવસના અંતરે પોતાના બાળકોને જન્મ આપ્યો છે. હવે અરમાન મલિકે એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તેની બીજી પત્ની કૃતિકા મલિક (Kritika Malik), તેના દીકરાને છોડીને તેની સોતન પાયલ માલિક (Payal Malik) ના દીકરા સાથે કંઈક એવું કરી રહી છે. જેને જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે. તમને જણાવી દઈએ કે અરમાન મલિકે હાલમાં જ પોતાનો નવો વ્લોગ શેર કર્યો, જેમાં તેની બીજી પત્ની કૃતિકા મલિક તેના એક મહિનાના પુત્ર ઝૈદને છોડીને તેની ‘સૌતન’ એટલે કે અરમાનની પહેલી પત્ની પાયલ મલિકના પુત્રને સ્તનપાન કરાવી રહી છે.

આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. કૃતિકા મલિકે ડૉક્ટરની સલાહ પર પાયલ મલિકના પુત્રને સ્તનપાન કરાવ્યું કારણ કે પાયલને ઉધરસ થઈ ગઇ છે અને તે તેને સ્તનપાન કરાવી શકતી નથી. જ્યારથી અરમાન મલિકે જાહેરાત કરી કે તેને અને તેની પ્રથમ પત્ની પાયલ મલિકને જોડિયા બાળકોના આશીર્વાદ મળ્યા છે, ત્યારથી ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે આ દંપતીએ બાળકોનું નામ શું રાખ્યું છે.

જે વ્લોગમાં અરમાન મલિકે કૃતિકા મલિકનો બ્રેસ્ટફીડિંગ વીડિયો શેર કર્યો છે, તે જ વ્લોગમાં કૃતિકા મલિકે જણાવ્યું છે કે પાયલ અને અરમાનના દીકરાનું નામ અયાન મલિક છે અને દીકરીનું નામ તુબા મલિક રાખવામાં આવ્યું છે. વીડિયોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તુબા સમય પહેલા જ થઈ ગઈ હોવાથી તેને એનઆઈસીયુમાં રાખવામાં આવી છે અને સમગ્ર મલિક પરિવાર તેના ઘરે આવવાની રાહ જોઈ રહ્યો છે.

Niraj Patel