19 વર્ષિય યુવકે રેલવે ટ્રેક પર કૂદી કર્યો આપઘાત, ટ્રેન આવતા પહેલા કર્યો જીજાજીને ફોન અને કહ્યુુ…

દર્દનાક મોત : રેલવે ટ્રેક પર બેસી પહેલા જીજાજીને કર્યો ફોન, કહ્યુ- હું મરવા જઇ રહ્યો છુ, અને અચાનક

દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં કેટલાક લોકો આપઘાત કર્યા પહેલા અંતિમ ચિઠ્ઠી લખીને જતા હોય છે તો કેટલાક લોકો પરિજનોમાંથી કોઇને ફોન કરી તેની કેટલીક વાર જાણ કરતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 19 વર્ષિય યુવકની દર્દનાક મોત થઇ ગઇ છે. આ યુવકે મર્યા પહેલા તેના જીજાજીને ફોન કર્યો હતો અને કહ્યુ કે હું તો મરવા જઇ રહ્યો છુ, પરંતુ તમે ખુશ રહેજો. આ સાંભળી તેઓ ચોંકી ગયા હતા. તે બાદ યુવકે તેના મોટા ભાઇને ફોન કર્યો અને કહ્યુ કે વીડિયો કોલ કરો. હું રેલવે ટ્રેક પર બેઠો છું. તે વીડિયો કોલ કરી શકતા એ પહેલા જ ટ્રેન સામે આવી ગઇ અને યુવકની મોત થઇ ગઇ.

મૃતક

આ ઘટના જયારે બની તે દરમિયાન મોબાઇલ ઓન હતો. આ પર ત્યાં હાજર એક વ્યક્તિએ તેના ભાઇને જણાવ્યુ કે, યુવકની મોત થઇ ચૂકી છે. સૂચના મળતા જ પરિવારજન અને પોલિસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લાશને મોર્ચરીમાં રાખવામાં આવી હતી અને તેનું આજે સવારે પોસ્ટમોર્ટમ કરી પરિજનને સોંપવામાં આવવાની હતી.  હાલ તો આ મામલે પોલિસ તપાસ કરી રહી છે.

આ ઘટના કોટા જિલ્લાના દીગોદની છે. પોલિસ અનુસાર, 19 વર્ષિય યુવકનું નામ સોનૂ ગુર્જર છે. તે ઇટાવાના ખેડલી મહારાજા ગામનો રહેવાસી છે. તે 8 દિવસ પહેલા જ ગુજરાતથી ઘરે આવ્યો હતો. સોમવારના રોજ લગભગ 3 વાગ્યે કોટા જવાની વાત કહી તે ઘરેથી નીકળ્યો હતો. તે બાદ તે સાંજે લગભગ 7 વાગ્યે મારવાડા ચોકી પાસે રેલવે ટ્રેક પર પહોંચ્યો. અહીં તેણે ટ્રેક પર બેસી તેના જીજાજીને ફોન કર્યો અને કહ્યુ કે, તમે બધા પરિવારના લોકો ખુશ રહેજો. હું મરવા જઇ રહ્યો છું.

પ્રતિકાત્મક તસવીર

ત્યાર બાદ તેણે તેના મોટા ભાઇને ફોન કરી કહ્યુ કે, વીડિયો કોલ કરો ટ્રેનના ટ્રેક પર બેઠો છું મરવા માટે જઇ રહ્યો છુ. પરંતુ એટલી જ વારમાં ત્યાંથી ટ્રેનનો અવાજ આવ્યો અને નાના ભાઇનો અવાજ બંધ થઇ ગયો. કેટલીક વાર પછી ગામવાળા ત્યાં પહોંચ્યા અને ફોન ઉપાડ્યો તો ગ્રામીણોએ જણાવ્યુ કે આ છોકરાઓ તો ટ્રેન આગળ કૂદી આત્મહત્યા કરી લીધી. હજી સુુધી મરવાનું કારણ સામે આવ્યુ નથી. પોલિસ હાલ તો આ મામલે તપાસ કરી રહી છે.

Shah Jina