કળિયુગનો કપૂત : દીકરાએ 70 વર્ષની માતાને જંગલમાં ભૂખે તરસે મરવા માટે છોડી દીધી, છતાં પણ માતાએ કહ્યું “મારો દીકરો….”

આજકાલ બાળકો પણ સ્વતંત્ર રહેવા માંગે છે, જેના કારણે માતા પિતાને પણ રસ્તે રઝળતા કે વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાની ઘણી જ ઘટનાઓ આપણે જોઈએ છીએ, પરંતુ હાલ એક એવી ઘટના બની છે જેને જાણીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે, પરંતુ કહેવાય છે ને “છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ના થાય”. આ કિસ્સામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે.

રાજસ્થાનના કોટા જિલ્લાના મંડાનાના કોલાના ગ્રામ પંચાયત ક્ષેત્રના જંગલોમાં એક 70 વર્ષીય મહિલા ભૂખી તરસી હાલતમાં તડપતી હાલતમાં મળી આવી.  ગામ લોકોએ જયારે આ મહિલાને જોઈ ત્યારે તેમના પણ રુંવાડા ઉભા થઇ ગયા. ગામ લોકોએ તેને જંગલની બહાર કાઢી અને પાણી પીવડાવી જમવાનું પણ આપ્યું. ત્યારબાદ જયારે મહિલાને પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેનો દીકરો તેને જંગલમાં મરવા માટે છોડી ગયો હતો.

આ મહાહિલા ચાલવામાં અસમરત હોવાના કારણે છેલ્લા 2 દિવસથી જંગલમાં જ ભૂખે તરસે બેસી રહી. મહિલાનું નામ ઉષા બાઈ છે જે રાનપુર વિસ્તારની રહેવાસી છે. મહિલાએ જણાવ્યું કે તેનો દીકરો રતન તેને જંગલમાં છોડી ગયો હતો. ત્યારબાદ એક સમાજસેવક દ્વારા આ મહિલાને ઊંચકી અને જીપમાં બેસાડી લઇ જવામાં આવી હતી.

મહિલાને પૂછવા ઉપર તેને જણાવ્યું કે બે દિવસ પહેલા તેનો દીકરો રતન તેને જંગલમાં છોડીને ચાલ્યો ગયો હતો, હું તેના હાથ પગ જોડતી રહી અને કહ્યું કે મને એકલી ના મુકીશ પરંતુ તેને મારુ ના સાંભળ્યું અને જતા જતા કહીને ગયો કે તે પાછો આવશે. આ મહિલાને હજુ પણ વિશ્વાસ છે કે તેનો દીકરો પાછો આવશે.

Niraj Patel