કાકીએ જ દોઢ વર્ષની બાળકને ટાંકીમાં ફેકી બંધ કરી દીધુ ઢાંકણુ, રચી હત્યાની ખૌફનાક સાજિશ

કાકીએ ભત્રીજાને પાણીની ટાંકીમાં ડૂબોડી મારી નાખ્યો, કબરમાંથી નીકાળી દોઢ વર્ષના માસૂમ બાળકનું થયુ પોસ્ટમોર્ટમ- જાણો કાકીએ આવું શા માટે કર્યું…

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પરિવારના જ કોઇ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પણ સામે આવે છે. ત્યારે હાલમાં એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નાનકડા માસૂમ બાળકની કોઇ બીજાએ નહીં પણ તેની જ કાકીએ જ પાણીની ટાંકીમાં ડુબાડીને હત્યા કરી દીધી. રાજસ્થાનના કોટાની રામપુરા પોલીસે આ હત્યાનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી હતી.

દોઢ વર્ષના અબીર અંસારીની હત્યા પાછળનું કારણ બાળકના પરિવારની નફરત હતી. બાળક અબીરના પિતા ઈમરાનને તેના પિતાની જગ્યાએ કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મળી હતી, જ્યારે હત્યારાની કાકી સોબિયા ઈચ્છતી હતી કે તેના પતિ ઝિશાનને સરકારી નોકરી મળે. જ્યારે તેના પતિને નોકરી ન મળી, ત્યારે તેણે બાળકની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને કેટલાક બાળકોને લાલચ આપી અબીરને ચંબલ નદીમાં ડુબાડીને મારી નાખવાનું કહ્યુ,

પરંતુ બાળકો રાજી ન થયા. જે બાદ તેણે ઘરે જ અબીરને મારી નાખવાનો પ્લાન બનાવ્યો અને રમતા રમતા નાના અબીરને પરિવારના ત્રણેય બાળકોને ટેરેસ પર લઈ જવા કહ્યું અને ત્યાં પાછળથી સોબિયા પણ પહોંચી. તે પછી તેણે પાણીની ટાંકીનું ઢાંકણું ખોલીને માસૂમને તેમાં ડૂબાડી દીધો અને તે બાદ અબીર મૃત્યુ પામ્યો. આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર સમાજ અને શહેરમાં આક્રોશ જોવા મળ્યો હતો.

પોલીસ પર પણ આ ઘટનાને ઉકેલવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં પોલીસે આ હત્યાનો ખુલાસો કર્યો હતો. કોટા શહેરમાં 25 એપ્રિલે રામપુરા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોઢ વર્ષના માસૂમ અબીર અન્સારીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. બે માળના મકાનની છત પર રાખેલી પાણીની ટાંકીમાંથી માસૂમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી કોટા પોલીસે માસૂમની હત્યાનો ખુલાસો કર્યો, જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.

મૃતકની કાકી જ આ હત્યાની માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું હતુ. અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર માસુમના કાકી સોબિયાએ ખૂબ જ ચાલાકીથી આ હત્યાને અંજામ આપ્યો હતો. 11 મે 2022ના રોજ ધરપકડ કરાયેલ પોલીસ સ્ટેશન રામપુરા કોતવાલીમાં સોબિયા વિરુદ્ધ કલમ 302, 120 B 34 ભારતીય દંડ સંહિતા પ્રમાણિત હોવાનું જાણવા મળ્યું હતું.

Shah Jina