મુંબઈમાં કોરિયાઈ યુવતી સાથે યુવકે કરી હતી ગંદી હરકત, હવે યુવતીએ ભારતમાં રોકાવવા વિશે કહી આ વાત.. જુઓ શું કહ્યું ?

અતિથિ દેવો ભવ વાળા ભારતમાં ખુલ્લેઆમ વિદેશી યુવતીની છેડતી થઇ, કોરિયાઈ યુવતીએ નવો ખુલાસો કરતા જુઓ શું શું કહ્યું

આપણા દેશમાં મહેમાનો માટે એક વાત કહેવામાં આવે છે, “અતિથિ દેવો ભવઃ”. જેનો મતલબ કે મહેમાન ભગવાન સમાન હોય છે, પરંતુ કેટલાક લોકો આ વાતને નથી માનતા અને મહેમાનો સાથે ખરાબ વર્તન કરે છે. ભારતમાં વિદેશથી પણ ઘણા લોકો ફરવા માટે આવે છે અને ઘણીવાર તેમની સાથે ખરાબ હરકતો પણ થતી જોવા મળે છે,

ત્યારે ગત રોજ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કોરિયાઈ મહિલા સાથે એક યુવક છેડછાડ કરતો હતો તેને ચુંબન કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ મહિલા કોરિયાની યુટ્યુબર હતી જે ભારતમાં ફરવા આવી હતી, આવી હરકત પહેલા જ તેણે લાઈવ સ્ટ્રીમિંગ પણ શરૂ કર્યું હતું, જેમાં આખો નજારો જોવા મળ્યો હતો.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ તરત એક્શનમાં આવી ગઈ અને આવી ગંદી હરકત કરનારા યુવક અને તેના મિત્રની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. ત્યારે હવે આ કોરિયન યુટ્યૂબરે પણ મીડિયા સામે આવીને વાત કરી હતી.

પીડિત યુટ્યૂબરે ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતા જણાવ્યું કે, “આવું મારી સાથે બીજા દેશોમાં પણ થયું છે. પરંતુ ત્યાં હું પોલીસ સુધી નહોતી પહોંચી શકી. ભારતમાં બહુ જ ઝડપી કામ થયું. હું ત્રણ અઠવાડિયાથી મુંબઈમાં છું. થોડા દિવસ હજુ વધારે રોકાઇશ. હું નથી ઇચ્છતી કે એક ખરાબ ઘટના મારી આખી યાત્રા બરદબાદ કરી નાખે. બાકી દેશોને અદભુત ભારત બતાવવાના મારા જુનુનને બરબાદ કરી નાખે.”

 

View this post on Instagram

 

A post shared by Hyojeong Park (@mhyochi.png)

વીડિયોમાં દેખાતી પીડિતાનું નામ હ્યોન્જોન્ગ પાર્ક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપી પીડિતાનો હાથ પકડીને તેને જબરદસ્તી લિફ્ટ આપવા માગે છે, જેનો પીડિતા વિરોધ પણ કરે છે, આખરે તે તેને કિસ કરવા પણ જાય છે. આ મામલામાં મુંબઈ પોલીસે પીડિતાનો સંપર્ક માંગ્યો અને ખાર પોલીસે મામલાની તપાસ કરીને ચાંદ મોહમ્મદ શેખ અને મોહમ્મદ નકીબ સદરીયાલમ અન્સારીની ગણતરીના સમયમાં જ ધરપકડ પણ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hyojeong Park (@mhyochi.png)

Niraj Patel