મુંબઇ સુરક્ષિત છે કે નહિ? બીભત્સ હરકત થયેલી કોરિયન સેલિબ્રિટીએ જુઓ શું કહ્યું

મુંબઇમાં એક કોરિયાઇ મહિલા સાથે છેડછાડ મામલે મહિલાઓની સુરક્ષાને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ હતી. લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન કોરિયાઇ યૂટયૂબર મહિલા સાથે બે યુવકોએ છેડછાડ કરી હતી અને તેને જબરદસ્તી કિસ કરવાની કોશિશ કરી હતી.

મહિલાનો વીડિયો સામે આવ્યા બાદ પોલિસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને જેલમાં ધકેલ્યા હતા. ત્યારે છેડછાડનો શિકાર થયેલી દક્ષિણ કોરિયાઇ આ મહિલાને એક સ્થાનિક વ્યક્તિએ બતાવી, જે તેનું લાઇવ સ્ટ્રીમ જોઇ રહ્યો હતો. હાલમાં આ મહિલાનો નવો વીડિયો સામે આવ્યો છે.

ટ્વીટર પર ગિરીશ અલ્વાએ આ વીડિયો શેર કર્યો છે, જેમાં જોઇ શકાય છે કે કોરિયાઇ મહિલા સાથે છેડછાડ દરમિયાન એક વ્યક્તિએ તેની મદદ કરી હતી. બાદમાં લાઇવ સ્ટ્રીમિંગમાં મહિલાએ તેનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે, મુંબઇ ખરેખર સુરક્ષિત છે. વીડિયોમાં એક પુરુષ કોરિયન મહિલાની મદદ કરતો જોઈ શકાય છે.

પુરુષ મહિલાને કહે છે કે તે તેનું લાઇવ-સ્ટ્રીમિંગ જોઈ રહ્યો હતો. છોકરાઓને જોઈને તે સ્થળ પર પહોંચી ગયો. તે વ્યક્તિ બંને આરોપીઓ સાથે વાત કરતો પણ વીડિયોમાં જોવા મળી રહ્યો છે. તે બંને છોકરાઓને મહિલાને પરેશાન ન કરવા કહે છે. વ્યક્તિની દરમિયાનગીરી બાદ બાઇક સવાર બંને છોકરાઓ ત્યાંથી નીકળી ગયા હતા.

તે બાદ કોરિયન મહિલાએ મદદ માટે તે વ્યક્તિનો આભાર માન્યો હતો. ક્લિપના અંતે મહિલાને પુરુષ સાથે ચાલતી જોઈ શકાય છે કે, તે કહે છે કે “મુંબઈ ખરેખર સુરક્ષિત છે, અને મને લાગે છે કે તેમનો પણ વધારે ખરાબ ઇરાદો નહોતો. આ પહેલા છેડતીનો વીડિયો સામે આવતા જ મુંબઈ પોલીસે પોતે સંજ્ઞાન લઇ બંને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તેમની ધરપકડ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hyojeong Park (@mhyochi.png)

એનડીટીવી સાથે વાત કરતા કોરિયન મહિલાએ કહ્યું હતું કે તે હોટલ પરત જઈ રહી હતી. આ દરમિયાન રસ્તા પર બે યુવકોએ બૂમો પાડી તેને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. મહિલાએ કહ્યું કે તેણીને કહેવામાં આવ્યું હતું કે એક મહિલા કોન્સ્ટેબલને તેનું નિવેદન નોંધવા માટે મોકલવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Hyojeong Park (@mhyochi.png)

મેં પરિસ્થિતિ વધુ ન વધે તે માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા. તેઓએ મારી કમર પકડીને મને તેમની મોટરસાઇકલ પર ખેંચી લીધી,” તેણે કહ્યું હું અસ્વસ્થતા અનુભવી રહી હતી. તેઓએ તેને અનુસરવાનો પ્રયાસ કર્યો અને ફોન નંબર પણ માંગ્યો. જો કે, તે લોકોથી અને સ્થિતિથી બચવા તેણે ખોટો નંબર આપ્યો હતો જેથી કરીને તેઓ જતા રહે. જો કે, તેને ભારતમાં આવો ભયાનક અનુભવ આ પહેલા ક્યારેય થયો ન હતો. તેણે કહ્યુ “આ ફક્ત ભારતમાં જ નહીં, દરેક જગ્યાએ થાય છે. ભારતીયો વિશ્વના અન્ય ભાગોની જેમ સુંદર છે.” સમાન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે પરંતુ ત્યાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. હું ભારત નહીં છોડીશ, હું મારી આ સફરને વ્યર્થ નહીં જવા દઉં.”

Shah Jina