લો બોલો.. આ કોરિયન ભારતમાં આવીને ભાવતાલ કરતા શીખી ગયા, રીક્ષા વાળા જોડે એવા ભાવ ઓછા કરાવ્યા કે જોઈને હેરાન રહી જશો.. જુઓ વીડિયો

આ કોરિયન છોકરાએ તો રીક્ષા ડ્રાઈવરને પણ હલ બલાવી નાખ્યો, એવી રીતે કરાવ્યો ભાવ તાલ કે રીક્ષા વાળાની પણ આંખો થઇ ગઈ ચાર, જુઓ વીડિયો

Korean Boy Bargain Auto driver : આપણા દેશના લોકો ભાવતાલ કરાવવામાં ખુબ જ માનતા હોય છે, ભારતીયો કોઈપણ જગ્યાએ જાય ભાવ તાલ કરાવે જ અને ઓછા પૈસામાં વસ્તુ ખરીદતા પણ હોય છે, ત્યારે ભારતીયોનો આ રંગ વિદેશીઓને પણ હવે લાગ્યો છે અને વિદેશીઓ પણ ભારતમાં આવીને ભાવતાલ કરવાનું શીખી ગયા છે. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કોરિયન છોકરો રીક્ષા ડ્રાઈવર સાથે વાતચીત કરી રહ્યો છે. રીક્ષા ચાલક તેની પાસે 100 રૂપિયા માંગે છે, પણ છોકરો કહે છે ભાઈ 50 રૂપિયા લઇ લો. પરંતુ રીક્ષા વાળો ના પાડે છે. આ પછી છોકરો રૂ.70 ચૂકવવાની ઓફર કરે છે. પરંતુ રીક્ષા ચાલક 100થી નીચે જવાની ના પાડે છે. આવી સ્થિતિમાં યુવક કહે છે કે તમે જાઓ.

પરંતુ પછી રીક્ષા ચાલક કહેતો રહે છે, 80 રૂપિયા આપો. પરંતુ છોકરો 70 રૂપિયા પર અડગ રહે છે. અંતે, તે માત્ર રૂ.70માં રીક્ષા વાળા સાથે જાય છે. આ વિડિયો 5 જૂને ઇન્સ્ટાગ્રામ પેજ @k_ladka_official પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું “ભારતમાં કોરિયન વ્યક્તિએ રીક્ષા ડ્રાઈવર સાથે ભાવતાલ કરવાનો પ્રયાસ કર્યો.”

 

View this post on Instagram

 

A post shared by K-Ladka (@k_ladka_official)

આ વીડિયોને અત્યાર સુધીમાં લખો લોકો જોઈ ચુક્યા છે અને 47 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. વાયરલ વીડિયો જોયા બાદ યુઝર્સ લખી રહ્યા છે- ભાઈ, તમે ભારતીય બનવાના માર્ગ પર છો…. બીજાએ લખ્યું – ભાવતાલમાં તે મારા કરતાં વધુ સારો છે. તેવી જ રીતે ઘણા યુઝર્સ વ્યક્તિની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel