વિશાળકાય મોનિટર લીઝાર્ડે દરિયામાં જઈને ખાઈ લીધો કાચબો, પછી બહાર આવીને બતાવ્યું એવું રૌદ્ર રૂપ કે જોઈને તમારી પણ આંખો ફાટી પડશે, જુઓ વીડિયો

વિશાળ ગરોળીએ જીવતા કાચબાને ખાઈને મોઢા ઉપર પહેરી લીધું તેનું બખ્તર, દરિયા ઉપર ફરતા ડરામણો નજારો જોઈને લોકોએ યાદ આવી ગયું જુરાસિક પાર્ક, જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો સામે આવે છે, જેમાં પ્રાણીઓના ઘણીવાર એવા ડરામણા રૂપ જોવા મળે છે જેને જોઈને આપણી આંખો પણ ફાટી પડે. ઘણા પ્રાણીઓ એવા ખતરનાક હોય છે જેની આસપાસ પણ જવું જીવન જોખમરૂપ બની જતું હોય છે, ત્યારે હાલ એક મોનિટર લીઝાર્ડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે દરિયામાં જઈને શિકાર કરીને આવતી જોવા મળે છે અને આ દરમિયાન તેનું રૌદ્ર રૂપ હોશ ઉડાવી દેશે.

એક વિશાળ ગરોળી (કોમોડો ડ્રેગન)નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આમાં ‘ગરોળી’ કાચબાને ખાધા પછી, તેના માથા પર બખ્તર પહેરીને, બીચ પર ફરતી જોવા મળે છે. આ વીડિયોએ ઈન્ટરનેટ યુઝર્સને ડરાવી દીધા છે. તમને જણાવી દઈએ કે આ ક્લિપ વર્ષ 2019ની છે, જે ફરી એકવાર વાયરલ થઈ છે.

આ પહેલા પણ કોમોડો ડ્રેગનના એક વીડિયો ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવી હતી, જેમાં તે હરણના બચ્ચાને ગળી જતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, આ વિશાળ ગરોળીને જોઈને લોકોને ડાયનાસોર અને જુરાસિક પાર્કના યુગની યાદ આવી ગઈ. આ ચોંકાવનારો વીડિયો 17 ઓક્ટોબરે ટ્વિટર હેન્ડલ @fasc1nate પરથી શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં કહ્યું, ‘કોમોડો ડ્રેગન પહેલા કાચબાને ખાધો, પછી તેનું બખ્તર પહેર્યું.”

આ ક્લિપને 4 લાખથી વધુ વ્યૂઝ અને 9 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ યુઝર્સ આ અંગે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાકે લખ્યું કે તે ખૂબ જ ખતરનાક છે, જ્યારે અન્ય લોકોએ તેને ખૂબ જ ક્રૂર ગણાવ્યું છે. ઘણા લોકોને આ વીડિયોને જોઈને ડાયનોસોર પાર્કની યાદ આવી ગઈ. ઘણા લોકોએ આ રીતે કોમોડો ડ્રેગનના રૌદ્ર રૂપને પહેલીવાર જોયું હોવાનું જણાવી રહ્યા છે.

Niraj Patel