લો બોલો… આ ખ્યાતનામ આભિનેત્રીએ પોતાના પાલતુ શ્વાનનું નામ રાખ્યું તૈમુર, સૈફ અને કરીનાના ચાહકોને લાગ્યો ધ્રાસ્કો, જુઓ તસવીરો

ગુજરાતી અભિનેત્રીએ પોતાના પાલતુ શ્વાનના જન્મ દિવસે તસવીરો શેર કરતા તેનું નામ તૈમુર કહ્યું, ચાહકોએ કરી એવી એવી કોમેન્ટ કે.. જુઓ

Komal thacker dog name is taimur : બોલીવુડના સેલેબ્રિટીઓ કોઈને કોઈ કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, તેમની ફિલ્મો ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ તે ચર્ચામાં આવતા હોય છે. ત્યારે એવું જ એક કપલ છે સૈફ અને કરીના, જે લગ્ન બાદથી જ સતત ચર્ચામાં છે. તેમને પોતાના પહેલા બાળકનું નામ “તૈમુર” રાખ્યું તેને લઈને પણ તે સતત વિવાદમાં આવ્યા હતા.

આ વિવાદ એટલો વધી ગયો કે કરીના કપૂર ખાને તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે દરમિયાન તે રડી પડી હતી. જ્યારે લોકોએ કહ્યું કે સૈફ અલી ખાને તેના પુત્રનું નામ આક્રમણખોરના નામ પર રાખ્યું છે, ત્યારે અભિનેત્રીએ તૈમૂરનો અર્થ ‘લોખંડ’ કહીને આ બધું નકારી કાઢ્યું. આ ઘટના વર્ષ 2016માં બની હતી અને હવે 7 વર્ષ બાદ 2023માં ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે પોતાના પાલતુ શ્વાનનું નામ તૈમૂર રાખ્યું છે.

કોમલની પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ તેના શ્વાનનું નામ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના  લાડલા દીકરાના નામ સાથે સીધું જોડ્યું. તમને જણાવી દઈએ કે કોમલે ‘માય ફાધર ઈકબાલ’, ‘વાવ’, ‘આ તો પ્રેમ છે’ અને ‘અવતાર ધરીને આવ છુ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by @taimur_komal_thacker

કોમલે સોશિયલ મીડિયા પર તેના શ્વાન સાથેનો ફોટો પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું “માય લાઈફ લાઈન. હેપ્પી બર્થડે તૈમુર.” કોમલે આ લખતાની સાથે જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું. એક યુઝરે લખ્યું, “સૈફ અને કરીના તમારું લોકેશન પૂછી રહ્યા છે.” અન્ય એક ટિપ્પણી કરી, “તૈમૂર પણ કરીનાના દીકરાનું નામ છે.”

 

View this post on Instagram

 

A post shared by @taimur_komal_thacker

એક યૂઝરે લખ્યું- આ બિલકુલ સૈફ પાસે ગયો છે. તે જ સમયે એકે લખ્યું – શું હું એકમાત્ર એવો છું જે આ ફોટામાં તૈમૂરને ક્યાંય જોતો નથી. તમને જણાવી દઈએ કે કોમલ ઠક્કર તાજેતરમાં બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની હતી. આ ફેસ્ટિવલમાં તેણીએ જણાવ્યું હતું કે, “આ પ્લેટફોર્મ પર મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું સન્માનિત છું.

Niraj Patel