અનિલ અંબાણી માતા કોકિલાબેન અંબાણી સાથે શ્રી કષ્ટભંજન દેવના શરણમાં, સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન અને ચઢાવી ધજા

કોકિલાબેન અને અનિલ અંબાણી સાળંગપુર ધામમાં, પૂજા કરીને ધજા ચઢાવી, જુઓ તસવીરો, ધન્ય થઇ જશો

અંબાણી પરિવાર ભગવાનમાં કેવી આસ્થા ધરાવે છે તેનાથી તો બધા વાકેફ જ છે, અવાર નવાર અંબાણી પરિવારને ગુજરાત અને દેશના અનેક મંદિરોમાં સ્પોટ કરવામાં આવે છે.

થોડા સમય પહેલા જ રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી પુત્ર અનંતની પ્રી-વેડિંગ સેરેમની બાદ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા.આ દરમિયાન કોકિલાબેન અંબાણી પણ તેમની સાથે જોવા મળ્યા હતા.

આ પછી નીતા અંબાણી પણ દ્રારકાધીશના શરણે પહોંચ્યા હતા. ત્યારે હવે અનિલ અંબાણી તેમની માતા સાથે બોટાદના સાળગપુર કષ્ટભંજન મંદિરે હનુમાન દાદાના દરબારમાં પહોંચ્યા. કોકિલાબેને અંબાણી અને અનિલ અંબાણીએ દર્શન કરી ધજા પણ ચઢાવી.મંદિરના કોઠારી સ્વામી અને સંતોએ અનિલ અંબાણીને દાદાની મૂર્તીની ભેટ આપી.

અંબાણી પરિવારે સાંળગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાણી પરિવારને આવકારવામાં આવ્યા હતા અને કોકિલાબેને અંબાણીએ મંદિર પરિસરમાં બેસી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી.

જણાવી દઇએ કે, હાલમાં જ બોલિવુડ સિંગર અને એક્ટર હિમેશ રેશમિયા પણ દાદાના ચરણોમાં માથુ ટેકવવા પહોંચ્યો હતો. હતું. રેશમિયા સુપ્રસિધ્ધ ગાયક કલાકાર અને એક્ટર રિયાલિટી શોના જજ પણ છે.

Shah Jina