આ સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે રામાયણ, મહાભારત અને વેદોનું છે એવું જબરદસ્ત જ્ઞાન કે વીડિયો જોઈને તમે પણ કહેશો… “બાળકોને આવી સ્કૂલમાં જ ભણાવવા !”

આજે મોટાભાગના લોકો પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ રાખતા હોય છે, કારણ કે આજે સ્પર્ધાના જમાનામાં બાળકોને અંગ્રેજી શિક્ષણ પણ જરૂરિયાતનું માધ્યમ બન્યું છે, ત્યારે આ અંગ્રેજી શિક્ષણની ઘેલછામાં બાળકો આપણા વેદ, રામાયણ, મહાભારત, ગીતાના જ્ઞાનને ભૂલવા લાગ્યા છે. એવામાં હવે બે બાળકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેમના જ્ઞાનને જોઈને લોકો પણ નતમસ્તક થઇ ગયા છે.

જ્યાં આજના યુગમાં બાળકો મહાકાવ્ય વિશે બહુ ઓછું જાણે છે, ત્યાં વીડિયોમાં બતાવેલ આ બે બાળકોને જોઈને તમે ચોંકી જશો. ટ્વિટર પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે સ્કૂલના બાળકો જોઈ શકાય છે જેમને આ મહાકાવ્ય વિશે ઘણું જ્ઞાન છે. આ બાળકોને રામાયણ અને મહાભારત સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે.

એક વિદ્યાર્થીને પાંડવ ભાઈઓ, દ્રોણાચાર્યના પુત્ર, અર્જુનના ગુરુ અને મહાભારત સંબંધિત કેટલાક અન્ય પ્રશ્નો વિશે પૂછવામાં આવ્યું હતું. અન્ય એક છોકરો જે કેજી 2 નો વિદ્યાર્થી હતો તેને રામાયણ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ બાળકો વીડિયોમાં ઉતાવળમાં તમામ પ્રશ્નોના સાચા જવાબો આપતા દેખાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુઝર વ્યોમકેશ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં 1 લાખ 35 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે, એક સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટને કેપ્શન આપ્યું છે કે, “આ કઈ શાળા છે ભાઈ, અહીંયા બાળકોનું એડમિશન કરાવવું જોઈએ”

Niraj Patel