રૂપાલી ગાંગુલી નથી અસલી અનુપમા, રિયલ અનુપમા આગળ ફીકી છે અભિનેત્રી.. આ અભિનેત્રીએ નિભાવ્યો હતો પહેલા આ રોલ- જાણો FACTS
અનુપમા શો જોતજોતામાં જ ટીવીનો સૌથી પોપ્યુલર શો બની ગયો છે. રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર આ શોની કહાની દર્શકોને ઘણી જ પસંદ આવી રહી છે. એટલા જ માટે આ શો છેેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ સ્થાન હાંસિલ કરે છે. મેકર્સ પણ શોને મજેદાર બનાવવામાં કોઇ કસર નથી છોડી રહ્યા. ત્યાં જ અનુપમાનો રોલ નિભાવતી અભિનેત્રી રૂપાલી ગાંગુલીને પણ દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે અસલી અનુપમા રૂપાલી ગાંગુલી નહિ પરંતુ બીજુ કોઇ છે ?
જી હા, રૂપાલી ગાંગુલી પહેલા કોઇ બીજી અદાકારા છે જે અનુપમાનું ઓરિજિનલ પાત્ર કરી ચૂકી છે. શું તમે જાણો છો તે કોણ છે ? અનુપમા ટીવી ધારાવાહિકની ઓરિજિનલ કહાની શ્રીમોઇ ટીવી ધારાવાહિકની કોપી છે. શ્રીમોઇ એક બંગાળી ધારાવાહિક છે. જેનું પ્રસારણ સ્ટાર જલસા પર થઇ રહ્યુ છે. આનું પ્રીમિયર 10 જૂન 2019ના રોજ થયુ હતુ અને આ ધારાવાહિકમાં શ્રીમોઇનું પાત્ર ઇંદ્રાણી હલદાર નિભાવી રહી છે.
આ બંગાળી ધારાવાહિકની હિંદી રિમેક અનુપમા છે. અનુપમાની શરૂઆત 13 જુલાઇ 2020ના રોજ થઇ હતી અને આમાં અનુપમાનો રોલ રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે. ઇંદ્રાણી હલદાર ભારતીય અભિનેત્રી હોવા સાથે સાથે બંગાળી સિનેમામાં પણ એક્ટિવ છે. બંગાળી ઇન્ડસ્ટ્રીમાં તેમનું કાર્ય ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રીને એક વખત રાષ્ટ્રીય પુરસ્કાર, ત્રણ BFJA પુરસ્કારો અને બે આનંદલોક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂકી છે.
વર્ષ 1986માં ઈન્દ્રાણી હલદારે એક બંગાળી ટીવી સિરિયલમાં કામ કર્યું હતું. આ સાથે, તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તે ટીવી શ્રેણી ‘તેરો પરોબન’માં નજર આવી હતી. ઇન્દ્રાણીએ ઘણી ફિલ્મો અને ટીવી શો ઉપરાંત ટેલિફિલ્મમાં પણ કામ કર્યું છે. ઈન્દ્રાણી હલદારે બીઆર ચોપરાના શો ‘મા શક્તિ’માં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ઘણા હિન્દી ટીવી શોમાં કામ કર્યું છે. તે વર્ષ 2008માં હિન્દી ઉદ્યોગમાં કામ કરવા માટે મુંબઈ આવ્યા હતા.
વર્ષ 2013 સુધી તે હિન્દી ઉદ્યોગમાં કામ કરતા નજર આવ્યા હતા. તેઓ રાની મુખર્જી સાથે બંગાળી ફિલ્મ બેયર ફૂલમાં પણ જોવા મળ્યા હતા. જેના કારણે ઈન્દ્રાણીને ઘણી લોકપ્રિયતા મળી. ઈન્દ્રાણી હલદાર બોલિવૂડ સ્ટાર મિથુન ચક્રવર્તી સાથે તેમની ફિલ્મ ‘ભૈરવ’માં પણ કામ કરી ચૂકી છે. બંગાળી ઇન્ડસ્ટ્રીમાં ઈન્દ્રાણી હલદારના કામની તુલના ઘણીવાર ઋતુપર્ણા સેનગુપ્તા અને દેબોશ્રી રોય સાથે કરવામાં આવે છે. જે બંગાળી ઇન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રીઓ છે તેમને ઘણીવાર ક્વીન ઓફ બંગાળી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે.
તેમના ઘણા ટેલિવિઝન શો સુપર ડુપર હિટ રહ્યા છે.શ્રીમોઇ ધારાવાહિકની વાત કરીએ તો, તે એક સંભાળ રાખનાર માતા, પત્ની અને પુત્રવધૂ છે. શ્રીમોઈ, એક મધ્યમ વર્ગની ગૃહિણી છે જે કોઈ અપેક્ષા વગર તેના પરિવારની સંભાળ રાખે છે. જો કે, તેના પતિએ તેની સાથે દગો કર્યો છે અને તેના કલીગ સાથે સંબંધ છે આ જાણી શ્રીમોઈ દિલથી તૂટી જાય છે પરંતુ ટૂંક સમયમાં જ તેને ખબર પડી કે તે પોતાની નવી ઓળખ ઉભી કરશે. તે તેના પતિને છૂટાછેડાને આપે છે અને બાદમાં શ્રીમોઇને તેના કોલેજ પ્રેમીનો ટેકો મળે છે.