કિશન ભરવાડ હત્યાકાંડ અપડેટ: કિશનની હત્યાના માસ્ટર માઈન્ડ મૌલાના કમરગની ઉસ્માનીના રિમાન્ડ થયા પૂર્ણ, કોર્ટમાં કરવામાં આવ્યો હાજર

ગયા મહિને 25 જાન્યુઆરીના રોજ ધંધુકાના માલધારી યુવક કિશન હત્યાકાંડને લઈને પોલીસ અને એટીએસ દ્વારા જ આ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં આ હત્યાનો માસ્ટર માઈન્ડ મૌલાના કરમગની ઉસ્માની પણ સામેલ હતો. આજે તેના 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.

કિશન હત્યાકાંડમાં એટીએસની તપાસનો ધમધમાટ પણ શરૂ છે અને આરોપીઓના રિમાન્ડ પણ કોર્ટમાંથી મેળવવામાં આવ્યા હતા. જેમાં દિલ્હીના મૌલાના કમરગીની ઉસ્માની માસ્ટર માઈન્ડ હોવાનું પણ સામે આવ્યું હતું. કમરગની ઉસ્માનીએ કિશન ભરવાડ હત્યાના કેસમાં ભડકાઉ ભાષણ આપવાની ભૂમિકા ભજવી હતી.

દિલ્હીથી ઝડપાયેલા મૌલાના કમરગની ઉસ્માનીએ પોલીસ પૂછપરછમાં ઘણા જ ચોંકાવનારો ખુલાસાઓ પણ કર્યો હતો. મૌલાનાએ કબૂલ્યું હતું કે તે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત તે સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલો છે. તેની આ સંસ્થા પાકિસ્તાનના કરાંચીમાં આવેલી છે અને અમદાવાદ સહિત દેશ અને દુનિયામાં આ સંસ્થા ચાલી રહી છે.

પોલીસે કિશન હત્યાકાંડમાં ઝડપી પાડેલા મૌલાના કમરગની ઉસ્માનીના સંગઠનની બેંક ડીટેઇલ સામે આવી હતી. આ સંગઠનના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 11 લાખના વ્યવહારો મળ્યા છે. ત્યારે હવે પોલીસ એ મામલામાં તપાસ કરી રહી હતી કે આ 11 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા અને તેનો ખર્ચ ક્યાં કરવામાં આવ્યા.

Niraj Patel