ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પરિવાર સાથે પહોંચ્યા ગિરનાર ! રોપ વેમાં બેસી ‘મોજમાં રહેવુ’ પર રેલાવ્યો સૂર- જુઓ તસવીરો અને વીડિયો

જુનાગઢના ગિરનાર પહોંચી કિર્તિદાન ગઢવીએ રેલાવ્યો સૂર, કરી રોપવેથી યાત્રા, જુઓ તસવીરો અને વીડિયો

ગુજરાતના ઘણા કલાકારો છે દેશ વિદેશમાં પ્રોગ્રામ કરે છે અને તેમાંના જ એક છે કીર્તિદાન ગઢવી, જેમને ગુજરાતીઓ ડાયરા સમ્રાટ કહે છે. સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાતા અને ગુજરાતના ડાયરા સમ્રાટ એવા લોકગાયક કિર્તીદાન ગઢવી તેમના અવાજના કારણે જગ વિખ્યાત બન્યા છે. તેમના ડાયરામાં અનેરી રમઝટ જોવા મળે છે. ત્યારે હાલમાં કિર્તીદાનને એક વીડિયો અને કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તેઓ પરિવાર સાથે ગિરનારના પ્રવાસે જોવા મળી રહ્યા છે.

જણાવી દઇએ કે, કિર્તીદાન ગઢવી સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેઓ અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરી તેમના ચાહકોને અંગત જીવન ઉપરાંત તેમના ડાયરા અને કાર્યક્રમોની ઝલક પણ બતાવતા રહે છે. કિર્તીદાન ગઢવીએ ગઇકાલના રોજ કેટલીક તસવીરો શેર કરી. જેમાં તેઓ પત્ની અને પુત્ર સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ ગિરનાર રોપ વેમાં ગીત ગાઇ પોતાનો સુર રેલાવી રહ્યા છે.

કિર્તીદાને જે તસવીરો શેર કરી છે, તેમાં તેઓ ટીશર્ટ અને ક્રીમ પેન્ટમાં તો તેમની પત્ની દુપટ્ટા ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમની સાથે તેમનો પુત્ર પણ છે, જે પણ મમ્મી-પપ્પા સાથે ફોટો માટે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં કિર્તીદાન અને તેમના પત્ની મંદિરની બહાર ઊભેલા જોવા મળે છે, તો બીજી તસવીરમાં તેઓ પુત્ર સાથે સેલ્ફી લેતા જોઇ શકાય છે. આ ઉપરાંત એક તસવીરમાં કિર્તીદાન તેમના પરિવાર સાથે માતાજી આગળ ઊભા જોઇ શકાય છે.

કિર્તીદાને જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે મોજમાં રહેવુ ગીત ગાતા જોઇ શકાય છે. તેમની તસવીરો અને વીડિયોને તેમના ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તેમની તસવીરોને થોડા જ કલાકમાં 20 હજારથી વધુ લોકોએ લાઇક કરી હતી અને વીડિયોને પણ 26 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે.

જણાવી દઇએ કે, ડાયરા સમ્રાટનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. તેમણે 12 ધોરણ પાસ કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે પોતાની કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યાર બાદ તેમણે સંગીતની તાલીમ માટે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા.

સંગીતની તાલીમ લીધા બાદ તેમણે એક મ્યુઝિકલ કોલેજમાં નોકરી પણ કરી હતી બાદમાં ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરામાં નાના મોટા કાર્યક્રમો પણ કર્યા હતા.તેમણે તેમના જીવનમાં ઘણો સંધર્ષ કર્યો છે. તેમને પોતાનું નામ બનાવવા ઘણી મહેનત અને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. પરંતુ આજે તેમણે પોતાની મહેનના દમ પર ઘણી સફળતા મેળવી હતી.

Shah Jina