ખબર

ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલે કર્યો નવો કારનામો: સમાધાનના બહાને યુવતી સાથે જે કર્યું તે સાંભળીને હચમચી જશો

સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયામાં તો ફેમસ છે જ પરંતુ સાથે સાથે ગુનાની દુનિયામાં પણ ઘણી ફેમસ થઇ ચૂકી છે. ત્યારે તેના વિરૂદ્ધ થોડા સમય પહેલા અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી કોમલ પંચાલ પર જીવલેણ હુમલો કરવા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તે સમયે સેટેલાઇટ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. ત્યારે હવે ફરી એકવાર કીર્તિ પટેલ સમાચારોમાં છે. તેના વિરૂદ્ધ વધુ એક ફરિયાદ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

લગભગ બે એક મહિના પહેલા સેટેલાઈટમાં થયેલી મારામારીના ગુનાની અદાવત રાખી વસ્ત્રાપુરની યુવતીને ધાક ધમકી આપી સો.મીડિયામાં તેના વિરુદ્ધ ગંદુ ગંદુ લખાણ લખી અને ફોટા વાયરલ કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કર્ણાવતી ક્લબ સામે જે મારામારીની ઘટના બની હતી તેમાં કોમલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

સેટેલાઈટમાં જે ગુનો નોંધાયો હતો તેમાં બંને પક્ષે સમાધાન કર્યું હોવાની ચર્ચા થઇ હતી ત્યારે સમાધાન થયુ હોવા છત્તાં પણ તે ઘટનાને લઈને મહિલાને હેરાન કરવામાં આવતા હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ મારામારી થઇ હતી તેની અદાવત રાખી એક યુવતિને ધમકી આપી અને બિભત્સ લખાણ લખી સો.મીડિયા પર વાયરલ કરવા બાબતે છેડતી, ધમકી આપવી સહિત કેટલીક કલમો હેઠળ ગુનો નોંધી વસ્ત્રાપુર પોલિસે તપાસ હાથ ધરી છે.

કીર્તિ પટેલ સામે અમદાવાદના સેટેલાઇટ પોલિસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઇ ચૂક્યો છે, જે બાદ હવે વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ સામે ગુનો નોંધ્યો છે.જે કેસમાં આ ગુનામાં ફરિયાદી મહિલાએ મદદ કરી હોવાનો આક્ષેપ કરી કીર્તિ દ્વારા બદલો લેવા માટે ત્રાસ અપાતો હોવાનું ફરિયાદી મહિલાએ જણાવ્યું છે. સેટેલાઇટના ગુનામાં કીર્તિ અને ભરવાડ દ્વારા વારંવાર મહિલાને સમાધાન કરવાનું કહેવામાં આવતુ હતુ અને આખરે કંટાળીને ફરિયાદી મહિલાએ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.