આ ગુજરાતી ઠગે તો સરકારને પણ છેતરી, PMOનો અધિકારી હોવાનું કહીને આખું જમ્મુ કાશ્મીર ફરી લીધું.. Z+ સિક્યુરિટી પણ આપવામાં આવી, જુઓ વીડિયો

Z+ સિક્યુરિટી, બુલેટપ્રુફ કાર, 5 સ્ટાર હોટલમાં મજા, સૂટ બુટ પહેરીને PMOનો મોટો અધિકારી કહી ઉલ્લુ બનાવી રહેલા અમદાવાદીની આખરે થઇ ગઈ ધરપકડ..

ગુજરાત સમેત દેશભરમાં છેતરપીંડીના ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે. ઘણા લોકો તો બીજા લોકોને ઉલ્લુ બનાવવામાં એવા માહિર હોય છે કે તેમના કાંડ જોઈને કોઈપણ દંગ રહી જાય. ઘણીવાર લોકો સરકારી ઓફિસર અને પોલીસમાં હોવાનું કહીને લાખો રૂપિયાની છેતરપીંડી પણ કરતા હોય છે. પરંતુ હાલ જે મામલો સામે આવ્યો છે તે હેરાન કરી દેનારો છે.

આજે અમે એક એવા ઠગની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના શોખ અને રીલ બનાવવામાં માહેર છે. સારા પોલીસ અધિકારીઓ પણ ચહેરાના હાવભાવ અને સૂટ-બૂટ દ્વારા છેતરાયા હતા. આખરે આ ઠગ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધા પછી હેડલાઇન્સમાં આવેલો આ ઠગ પોતાને નવી દિલ્હીમાં વડા પ્રધાન કાર્યાલય (PMO)નો અધિકારી હોવાનું જણાવતો હતો.

કિરણ પટેલ નામના આ ઠગે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા બાદ પોતાને પીએમઓના એડિશનલ ડાયરેક્ટર, સ્ટ્રેટેજી અને ઓપરેશન્સ ગણાવ્યો હતો. ગુજરાતી વ્યક્તિ કિરણ પટેલની શ્રીનગરમાં છેતરપીંડીની આશંકામાં ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે સ્થાનિક કોર્ટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

કિરણ પટેલની લગભગ 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેમની ધરપકડ ગુપ્ત રાખી હતી. ગુરુવારે મેજિસ્ટ્રેટ દ્વારા તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તે સ્પષ્ટ નથી કે તેની ધરપકડના દિવસે એફઆઈઆર નોંધવામાં આવી હતી કે તે નોંધવામાં થોડો વિલંબ થયો હતો. ઠગ ફેબ્રુઆરીમાં ઘાટીની પહેલી મુલાકાતે આવ્યો હતો. ત્યારબાદ તેણે હેલ્થ રિસોર્ટની મુલાકાત લીધી હતી.

અર્ધલશ્કરી અને પોલીસ સુરક્ષા સાથે વિવિધ સ્થળોની તેની મુલાકાતના ઘણા વીડિયો છે. તે અર્ધલશ્કરી રક્ષકો સાથે બડગામના દૂધપથરી ખાતે બરફમાંથી પસાર થતો જોવા મળે છે. તે શ્રીનગરના ક્લોક ટાવર લાલ ચોકની સામે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા પણ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર ગુજરાત પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ રહી છે.

કિરણ પટેલ નામના વ્યક્તિના ટ્વિટર બાયોમાં તેને પીએચડી ડિગ્રી ધારી તરીકે દર્શાવવામાં આવ્યો છે. ટ્વિટરની ટાઈમલાઈન પર નજર કરીએ તો ખબર પડે છે કે તેણે જમ્મુ-કાશ્મીરના પ્રવાસને લઈને ઘણા ફોટો-વિડિયો પોસ્ટ કર્યા છે. આમાં, એક વીડિયોમાં, તે સુરક્ષા દળો સાથે જમ્મુ-કાશ્મીરની શેરીઓમાં ફરતો જોઈ શકાય છે. આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મળી રહી હતી. તે હંમેશાં ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો.

Niraj Patel