સરકારને પણ ચૂનો લગાવનારા કિરણ પટેલની પત્નીને તેનો પતિ લાગે છે રામ જેવો, કહે છે કે તે તો દેશની સેવા….” જુઓ બીજું શું કહ્યું ?
પોતાને PMO અધિકારી કહીને જમ્મુ કાશ્મીરમાં Z+સુરક્ષા, આર્મી ઓફિસરો સાથે મિટિંગ, 5 સ્ટાર હોટલમાં મિજબાની માણનારા અમદાવાદના કિરણ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી. કિરણની ધરપકડ આમ તો 10 દિવસ પહેલા જ થઇ ગઈ હતી. પરંતુ તેની ખબર ગત રોજ સામે આવતા જ હડકંપ મચી ગયો હતો.
સરકારને પણ ચૂનો લગાવનારા કિરણ પટેલ વિશે એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કિરણ પટેલ અમદાવાદના ઇસનપુરમાં રહેતો હતો. તેની પત્ની માલિની પટેલ ડોક્ટર છે. ત્યારે કિરણની ધરપકડને લઈને હવે તેની પત્ની માલિનીએ પણ તેનો બચાવ કર્યો છે. તેને પોતાના પતિને નિર્દોષ ગણાવ્યો છે અને કોઈ તેના વિરુદ્ધ કાવતરું કરી રહ્યું હોવાનું પણ કહ્યું છે.
કિરણ પટેલ પોતે ખુબ જ વગદાર માણસ હોવાનું સામે આવ્યું છે. રાજકીય નેતાઓ સાથે તેની ઉઠક બેઠક પણ હતી. તેની સામે અગાઉ પણ કેટલાક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. તેની વિરુદ્ધ અમદાવાદ અને વડોદરામાં પણ પોલીસ ફરિયાદ નોધાઈ ચુકી છે. કિરણ પટેલ અમદાવાદમાં આવેલા ઇસનપુરમાં સ્મૃતિ મંદિર પાસે રહે છે.
કિરણ પટેલે વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનું કહીને 2 નિવૃત DySP, PI અને PSI સાથે પણ છેતરપીંડી.કરી હતી તેની સામે 78 લાખની છેતરપીંડીનો કેસ પણ નોંધાઈ ચુક્યો છે. ત્યારે આ મામલે હવે કિરણ પટેલની પત્ની માલિની પટેલનું એક નિવેદન પણ સામે આવ્યું છે. તેને જણાવ્યું હતું કે, “તેના પતિ કિરણને ફસાવવામાં આવી રહ્યો છે. PMOમાં કિરણને બધા ઓળખે છે, એમની કોઈ બદનામી કરી રહ્યું છે, કોઈ છે જે તેની પાછળ પડ્યું છે પરંતુ કોણ છે તેની નથી ખબર.”
કિરણની પત્ની માલિનીએ એમ પણ જણાવ્યું હતું કે કિરણનું કાશ્મીરમાં આવવા જવાનું કેટલાય સમયથી ચાલુ જ છે. તે સારા ડેવલોપમેન્ટ માટે કાશ્મીર ગયા હતા અને તેમને ફસાવી દેવામાં આવ્યા છે. અમે ક્યારેય કોઈનું ખોટું નથી કરતા. કિરણ સાથે જે થયું તે ખોટું છે. પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે.”
કિરણ પટેલ ખુબ જ વૈભવી જીવન જીવતો હતો. એક વર્ષ પહેલા જ તેને એસ.જી હાઇવે પર કરોડોની કિંમતનો બંગલો પણ ખરીદ્યો હતો. આ ઉપરાંત તે BMW જેવી વૈભવી કારની અંદર ફરે છે. તેની દીકરી અમદાવાદની એક ખાનગી યુનિવર્સીટીમાં અભ્યાસ પણ કરી રહી છે. જો કે હજુ સુધી એ સામે નથી આવ્યું કે કિરણ પટેલ આખરે કામ શું કરે છે ? ત્યારે આ મામલે હજુ પણ મોટા ખુલાસા સામે આવી શકે છે.