કાશ્મીરમાંથી પકડાયેલા અમદાવાદના મહાઠગ કિરણ પટેલની અસલ જિંદગીની હકીકત જાણીને દિમાગ સુન્ન થઇ જશે, પત્નીએ તેના વિશે જે કહ્યું એ સાંભળીને તો…

અમદાવાદનો ઠગ કિરણ પટેલની ડોક્ટર પત્નીએ કર્યો ખુલાસો, તસ્વીરોમાં જુઓ કેવી હાઈફાઈ લાઈફ જીવી રહ્યો છે….

પોતે PMOનો અધિકારી હોવાનું કહીને Z+ સિક્યુરિટી સાથે 5 સ્ટાર હોટલમાં રજવાડી ઠાઠ માઠ સાથે સૂટ બુટ પહેરીને આખું કાશ્મીર ફરી લેનારા અમદાવાદના ઠગ કિરણ પટેલની સાચી હકીકત હવે બહાર આવી ગઈ છે. તેની જમ્મુ કાશ્મીરમાં 10 દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ મામલો હવે છેક સામે આવ્યો છે.

ત્યારે આ મામલે હવે કિરણ પટેલ વિશેના ઘણા બધા ખુલાસા પણ સામે આવી રહ્યા છે. કિરણ પટેલ પોતે ખુબ જ વગદાર માણસ હોવાનું સામે આવ્યું છે. રાજકીય નેતાઓ સાથે તેની ઉઠક બેઠક પણ હતી. તેની સામે અગાઉ પણ કેટલાક ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે. તેની વિરુદ્ધ અમદાવાદ અને વડોદરામાં પણ પોલીસ ફરિયાદ નોધાઈ ચુકી છે.

કિરણ પટેલ અમદાવાદમાં આવેલા ઇસનપુરમાં સ્મૃતિ મંદિર પાસે રહે છે. તેને વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનું કહીને 2 નિવૃત DySP, PI અને PSI સાથે પણ છેતરપીંડી.કરી હતી તેની સામે 78 લાખની છેતરપીંડીનો કેસ પણ નોંધાઈ ચુક્યો છે.

ત્યારે આ મામલે હવે કિરણ પટેલની પત્ની માલિની પટેલનું એક નિવેદન પણ સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કર મીડિયા સાથે વાતચીતમાં તેને જણાવ્યું હતું કે, “તેના પતિ કિરણને ફસાવવામાં આવી રહ્યો છે. PMOમાં કિરણને બધા ઓળખે છે, એમની કોઈ બદનામી કરી રહ્યું છે, કોઈ છે જે તેની પાછળ પડ્યું છે પરંતુ કોણ છે તેની નથી ખબર.”

કિરણની પત્ની માલિનીએ એમ પણ જણાવ્યું હતું કે કિરણનું કાશ્મીરમાં આવવા જવાનું કેટલાય સમયથી ચાલુ જ છે. તે સારા ડેવલોપમેન્ટ માટે કાશ્મીર ગયા હતા અને તેમને ફસાવી દેવામાં આવ્યા છે. અમે ક્યારેય કોઈનું ખોટું નથી કરતા. કિરણ સાથે જે થયું તે ખોટું છે. પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે.” કિરણની પત્ની માલિની પણ તેમની સાથે કાશ્મીરમાં જતી હતી. માલિનીએ એમ પણ જણાવ્યું હતું કે હું ડોક્ટર છું અને કિરણ કોમ્યુટર એન્જીનીયર છે તો આવું કેમ કરીએ ?”

Niraj Patel