અમેરિકામાં કોકીલકંઠી કિંજલ દવેની જાહો-જલાલી, તસવીરો જોઈને તમે પણ કહેશો “હા મોજ હા !”

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલ અમેરિકાના પ્રવાસે છે અને તેમના આ અમેરિકા પ્રવાસની ઢગલાબંધ તસવીરો તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા રહે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, કિંજલ દવે થોડા દિવસ પહેલા જ દુબઇ પ્રવાસે ગઈ હતી, જેના બાદ તરત તે અમેરિકાના પ્રવાસે પણ નીકળી ગઈ.

હવે અમેરિકાની ધરતી ઉપર કિંજલ દવે કેવો આનંદ માણી રહી છે તે તેની તસ્વીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તેની તસવીરો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. આ ઉરપટ કિંજલ દવે તેની સ્ટોરીમાં પણ ઘણી બધી તસવીરો અને વીડિયો શેર કરી રહી છે, જેમાં પણ તેની અમેરિકા પ્રવાસની ઝાંખી જોવા મળે છે.

હાલમાં જ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં યુનિવર્સલ સ્ટુડિયો ઓર્લાન્ડોની તસવીરો શેર કરી છે, જેમાં આ ત્યાંનો ભવ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે, સાથે જ કિંજલ દવેનો સ્ટાઈલિશ અંદાજ પણ જોવા મળી રહ્યો છે.

સામે આવેલી તસ્વીરોમાં કિંજલ દવે જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળી રહી છે, આ ઉપરાંત કેટલીક તસ્વીરોમાં તેને ચહેરા ઉપર ચશ્મા પણ પહેર્યા છે. તો યુનિવર્સલ સ્ટુડિયોની અંદર ઘણી જગ્યાએ કિંજલ અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

કિંજલ દવેની આ તસવીરો શેર થવાની સાથે જ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે, થોડા સમયમાં જ હજારો લોકોએ તેની આ તસીવરોને લાઈક કરી છે, આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ કરીને પણ તેના લુકની પ્રસંશા કરતા જોવા મળી રહ્યં છે.

આ ઉપરાંત કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે એક દિલ જીતી લેનારું કેપશન પણ આપ્યું છે, તેને આ કેપશન અંગ્રેજીમાં લખ્યું છે પરંતુ તેનો ગુજરાતીમાં અનુવાદ “તમારું હૃદય ખરેખર બિનશરતી પ્રેમની અમૂલ્ય લાગણીને પાત્ર છે જે ફક્ત તમારા તરફથી જ આવી શકે છે.”

આ અગાઉ પણ કિંજલ દવેએ પોતાના આ અમેરિકા પ્રવાસની ઘણી બધી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. જેમાં કિંજલ દવે મિયામીની એક આલીશાન હોટલમાં રોકાઈ હતી તેની ઝલક પણ જોવા મળી હતી. કિંજલ દવે જે હોટલમાં રોકાઈ હતી તેનું નામ હિલ્ટન હતું. જેનો અદભુત નજારો તેને શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યો હતો.

કિંજલ દવેએ આ હોટલમાં મેક્સિકન ફૂડની મજા માણતા પણ જોવા મળી હતી. કિંજલે તેની સ્ટોરીમાં એક મેક્સિકન વાનગીની એક તસવીર પણ શેર કરી છે જે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ ઉપરાંત પણ કિંજલ દવેએ અમેરિકાના ફ્લોરિડામાં આવેલા મિયામી શહેરનો નજારો શેર કર્યો હતો, જેમાં તે બીચ ઉપર પણ જોવા મળી રહી હતી.

કિંજલ દવેના ચાહકો કિંજલની એક એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે અને તે જયારે તસવીરો પોસ્ટ કરે છે ત્યારે ચાહકો પણ ઢગલાબંધ લાઈક અને કોમેન્ટ કરે છે. કિંજલ દવેએ એરપોર્ટ ઉપરથી તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ટ્રાવેલિંગ માટે એકદમ કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળી હતી. અમેરિકા જતા સમયે કિંજલ દવેએ ટ્રેક અને ટીશર્ટ સાથે જેકેટ પહેર્યું હતું અને તેના હાથમાં બેગ પણ જોવા મળી રહી હતી.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે આજે ગુજરાતનું ખુબ જ જાણીતું નામ બની ગઈ છે, તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. કિંજલ દવેનું ગીત આવવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતું હોય છે અને ચાહકો પણ તેના નવા અવનારા ગીતની આતુરતાથી રાહ પણ જોતા હોય છે.

કિંજલ દવેનું “ચાર ચાર બંગળી” ગીત દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું, આ ગીત દ્વારા જ તેને આખા ગુજરાતમાં નામના મેળવી લીધી. આજે કિંજલ દવે ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશ વિદેશમાં કાર્યક્રમો કરે છે, અને પોતાના અવાજના સથવારે તે લાખો લોકોને તરબોળ પણ કરી મૂકે છે.

Niraj Patel