પોતાના સુમધુર આવાજની સાથે દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વગાડનારી કોકિલ કંઠી ગાયિકા કિંજલ દવે ગુજરાતીઓના દિલ ઉપર રાજ કરે છે, માત્ર ગુજરાતમાં જ નહીં કિંજલના ચાહકો દુનિયાભરમાં વસે છે.
હાલમાં જ કિંજલે પોતાની સગાઈના 3 વર્ષ પૂર્ણ કર્યા. આ નિમિત્તે તેને એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું જેમાં તેની સાથે તેનો મંગેતર પવન જોશી પણ જોવા મળ્યો હતો.
કિંજલ દવેની સગાઈ 19 એપ્રિલ, 2018ના પવન જોશી સાથે થઇ હતી. એ સગાઈને 19 એપ્રિલના રોજ ત્રણ વર્ષ પૂરા થઇ ગયા છે ત્યારે સોમવારે એટલે 19 એપ્રિલે કિંજલ દવે અને પવને પોતાની આ સગાઈની વર્ષગાંઠની ઉજવણી અનોખી રીતે કરી હતી.
કિંજલ દવે અને પવને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરોમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે અને તે પરિવાર સાથે પણ જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી આ તસ્વીરમાં કિંજલ બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો છે. જેમાં તેની સુંદરતા વધારે છલકી આવે છે. તો પવન સફેદ ટી શર્ટ અને બ્લુ જીન્સમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
કિંજલે ઇન્સ્ટાગ્રામમાં આ તસવીરો પોસ્ટ કરવાની સાથે એક સરસ મઝાનું કેપશન પણ આપ્યું છે. કિંજલે લખ્યું છે. “પ્રેમની ઉજવણી.”
આ સાથે કિંજલે આ પાર્ટીના સુંદર શણગાર અને કેકનું જેને આયોજન કર્યું છે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
ઉત્તર ગુજરાતના નાનકડા એવા ગામમાં જન્મેલી કિંજલ દવે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ સહિતના વિસ્તારોમાં ગરબા, લગ્ન ગીત, લોકડાયરો, સંતવાણી સહિતના પ્રોગ્રામથી જાણીતી બની છે.
કિંજલ દવે તેના અવાજના કારણે આજે મોટી નામના ધરાવે છે. તેનું “ચાર ચાર બંગળી” વાળું ગીત તો દુનિયાભરમાં પ્રચલિત બની ગયું છે.