કિંજલ દવેના જન્મ દિવસે પિતાએ આપી ખાસ સરપ્રાઈઝ, જોઈને કિંજલ દવે પણ ઉછળી પડી, આ રીતે ઉજવ્યો જન્મદિવસ, જુઓ વીડિયો

ગુજરાતના ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવનાર ગાયિકા કિંજલ દવેનો આજે જન્મ દિવસ છે, ત્યારે કિંજલ દવેએ આજે તેનો જન્મ દિવસ ખુબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો, જેની તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે.

કિંજલ દવેના જન્મ દિવસે ગુજરાતી સેલેબ્રિટીઓ દ્વારા તેને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. ગુજરાતી અર્બન સિનેમાના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરે પોતાની સ્ટોરીની અંદર કિંજલ દવેની એક શાનદાર તસવીર શેર કરીને તેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે.

મલ્હારે કિંજલની તસવીર પોસ્ટ કરવાની સાથે લખ્યું છે. “જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ અને ઘણી ઘણીવાર. આમ જ ખુશ રહો અને જીવનમાં કોઈ દુઃખ આવે નહીં એવી પ્રભુને પ્રાર્થના.” આ તસ્વીરમાં કિંજલ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

આ ઉપરાંત ગુજરાતના બીજા એક લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયાએ પણ તેમની સ્ટોરીમાં કિંજલને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમને કિંજલ દવે સાથેની એક તસવીર ઉપરાંત તેની સાથે ડાન્સ કરતો એક વીડિયો પણ શેર કર્યો છે. અને કેપશનમાં “હેપી બર્થ ડે કાન્જી” લખ્યું છે.

ગુજરાતના બીજા એક લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરીમાં કિંજલ દવે સાથેની એક તસવીર શેર કરી અને “હેપ્પી બર્થ ડે દોસ્ત” લખીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી છે.

કિંજલ દવેના જન્મ દિવસના પ્રસંગે ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ પણ ઉપસ્થિત રહી હતી. તેને પણ કિંજલ સાથેની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.

રાજલ બારોટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો સાથે કિંજલ દવેને જન્મ દિવસની શુભકામનાઓ આપતું કેપશન પણ લખવામાં આવ્યું છે. આ તસ્વીરોમાં કિંજલ ભેટ સ્વીકારતી પણ જોવા મળી રહી છે.

કિંજલ દવેના પિતા લલિત દવેએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કિંજલ દવેના જન્મ દિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો શેર કર્યો છે, જેમાં ખાસ અંદાજમાં કિંજલનો જન્મ દિવસ ઉજવાતો જોવા મળી રહ્યો છે.

લલિત દવે દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની અંદર કિંજલ કેક કાપતી જોવા મળી રહી છે. અને તેના જન્મ દિવસ નિમિત્તે ખુબ જ ખુશ પણ જોવા મળી રહી છે. તેની કેક કાપવાની સેરેમની દરમિયાન આસપાસ આતીશબાજી પણ થતી જોઈ શકાય છે.

કિંજલ દવે તેના ભાઈ આકાશ દવેને પણ ખુબ જ પ્રેમ કરે છે,  અવાર નવાર પ્રસંગો ઉપર તેનો ભાઈ આકાશ તેની સાથે જોવા મળે છે. અને તેમની આ ભાઈ બહેનની જોડી પણ ખુબ જ વખણાય છે. ત્યારે આજે કિંજલના જન્મ દિવસે આકાશ દવેએ પણ કિંજલ સાથેની એક શાનદાર તસવીર શેર કરી છે.

કિંજલ દવેના પિતા લલિત દવેએ કિંજલને જન્મ દિવસની શુભકામનાઓ આપવાની સાથે ખુબ જ સરસ મજાની પોસ્ટ પણ લખી છે. તેમને લખ્યું છે કે, “જન્મ દિવસની ખૂબ શુભકામનાઓ કિંજલ બેટા ! મા ભગવતી ચેહર તારા તમામ સપના પુરા કરે ! મનમાં વિચારે એ બધું મળી જાય. ખુશીઓથી જીવન છલકાતું જાય. આજ રોજ આ અવસરે અમારા આમંત્રણને માન આપીને જે પણ લોકો પધાર્યા એમનો દિલથી આભાર મા ચેહર આપ સર્વની સહાય કરે એવી દિલથી પ્રાર્થના !!

 

View this post on Instagram

 

A post shared by Divyesh Talaviya (@idivyeshtalaviya)


તો આ ઉપરાંત કિંજલ દવેનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કિંજલ ખુબ જ ખુશ જોવા મળી રહી છે અને પોતાના જન્મ દિવસ નિમિત્તે પહેરા ખાસ ડ્રેસને ફ્લોન્ટ કરવાની સાથે ડાન્સ પણ કરતી જોવા મળી રહી છે.

Niraj Patel