ગામના ફળિયામાં આવી ગયો ખતરનાક કિંગ કોબ્રા, યુવકે પાછળથી પકડ્યો અને પછી માર્યો એવો ફૂંફાડો કે… વીડિયો જોઈને ધ્રુજારી ચઢી જશે

વીડિયો બનાવવા માટે આ ભાઈ કિંગ કોબ્રાની પૂંછડી પકડીને કરવા લાગ્યો હેરાન, પછી ગુસ્સે થયો સાપ અને પલટવાર કરતા કર્યું એવું કે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

સાપનું નામ સાંભળીને જ આપણા હોંશ ઉડી જતા હોય છે. ઘરમાં કે રસ્તામાં જો સાપ જોવા મળી જાય તો લોકો બુમાબુમ પણ કરી મુકતા હોય છે. ઇન્ટરનેટ પર પણ સાપના ઘણા વીડિયો સામે આવતા હોય છે. તેમાં પણ જો કિંગ કોબ્રા જોવા મળે તો માણસની હાલત પતલી થઇ જતી હોય છે. ત્યારે હાલ આવા જ એક કિંગ કોબ્રાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

દુનિયાના સૌથી ખતરનાક સાપમાં એક કિંગ કોબ્રા પણ છે. જો તે માણસને ડંખ મારી દે તો માણસનું બચવું લગભગ અશક્ય બની જતું હોય છે. ત્યારે ઘણા લોકો દ્વારા આ સાપના રેસ્ક્યુ કરવાના વીડિયો પણ તમે જોયા હશે. ત્યારે હાલ સામે આવેલા વીડિયોમાં એક વ્યક્તિ ખતરનાક કિંગ કોબ્રાને પકડતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ કિંગ કોબ્રાને તેની પૂંછડીથી ખેંચીને પરેશાન કરી રહ્યો છે. તે જ સમયે સામે એક વ્યક્તિ આ વીડિયો બનાવતો જોવા મળ્યો હતો. લગભગ એક મિનિટના વિડિયોએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. યુવકે કિંગ કોબ્રાની પૂંછડી એક વાર નહીં પણ ઘણી વખત પકડી અને તેની સાથે રમ્યો પણ. જો કે, કિંગ કોબ્રાએ પણ તે વ્યક્તિ પર હુમલો કર્યો, પરંતુ યોગ્ય અંતર રાખવાને કારણે તે વારંવાર બચી ગયો.

 

View this post on Instagram

 

A post shared by Haris Padhi (@the_king_of_snake)

કહેવાય છે કે સાપથી બે કદમ દૂર રહેવું હંમેશા સારું છે, કારણ કે સાપના મનમાં શું ચાલી રહ્યું છે અને તે કયા સમયે હુમલો કરશે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે. ઘણા લોકોએ ગુસ્સે થયેલા કિંગ કોબ્રા સાપને પરેશાન કરવા માટે ફટકાર પણ લગાવી હતી. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર the_king_of_snake નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel