બુટની અંદર છુપાઈને બેઠો હતો ભયાનક કિંગ કોબ્રા, વ્યક્તિ પહેરવા જ જતો હતો અને થયું એવું કે.. જોઈને રાડ પોકારી ઉઠશો.. જુઓ વીડિયો

જૂતા પહેરતા પહેલા ધ્યાન રાખજો, તમારી સાથે પણ આવું બની શકે છે, બુટ પહેરવા જતા જ અંદર દેખાયો કિંગ કોબ્રા, વ્યક્તિ કરી મૂકી ચીસાચીસ, જુઓ વીડિયો

કિંગ કોબ્રાનું નામ સાંભળતા જ કોઈને પણ પરસેવો છૂટી જાય. ઇન્ટરનેટ ઉપર કોબ્રાના ઘણા બધા વીડિયો પણ સામે આવતા હોય છે જેને જોઈને જ આપણે હક્કાબક્કા રહી જઈએ. ઘણીવાર ઘરમાં કોઈ ખૂણાની અંદર પણ સાપ એવી જગ્યાએ છુપાયેલો હોય છે જે આપણને પણ ખબર નથી હોતી અને તેને જયારે જોવામાં આવે છે ત્યારે દોડધામ મચી જાય છે, ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં કિંગ કોબ્રા સાપ બૂટમાં છુપાયેલો જોવા મળી રહ્યો છે.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના કર્ણાટકના મૈસૂરમાંથી સામે આવ્યો છે. જો સહેજ પણ ભૂલ થઈ હોત તો આ કોબ્રા કોઈને પણ કરડ્યો હોત.જ્યારે આ કોબ્રા મૈસૂરના એક વિસ્તારમાં સ્થિત ઘરની બહાર રાખવામાં આવેલા જૂતાની અંદર સંતાઈ ગયો હતો, ત્યારે કોઈને તેના વિશે ખબર પણ ન પડી. જેવો જ વ્યક્તિ ઘરની બહાર આવ્યો અને જૂતા પહેરવા લાગ્યો, પછી તેની નજર જૂતાની અંદર રહેલા કોબ્રા પર ગઈ.

આ જોઈને તેના હોશ ઉડી ગયા. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. તેની ચીસો સાંભળીને ઘરના અન્ય સભ્યો પણ બહાર આવી ગયા હતા. તરત જ સાપ પકડનારા મંજુને બોલાવવામાં આવ્યો. જ્યારે મંજુએ કોબ્રાને પકડવા માટે લાકડી કાઢી, ત્યારે સાપ ફેણ ફેલાવીને ઊભો થઈ ગયો. એવું લાગતું હતું કે તે હુમલો કરવા જઈ રહ્યો છે. પરંતુ સાપ પકડનારાએ ઝેરી પ્રાણીને ખૂબ આરામથી કાબૂમાં રાખ્યું.

પછી તક મળતાં જ તેને લાકડી વડે ઉપાડીને નજીકમાં રાખેલા બોક્સમાં મૂકી દીધો. સાપને બોક્સમાં મૂકતાની સાથે જ બધાએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ આ રીતે ઘરમાં કોબ્રા મળવાના કારણે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. લોકો કહે છે કે કોબ્રાનો ડર હજુ પણ તેમના મનમાં છે. તે લોકો કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેની ચકાસણી કરી લેતા હોય છે. તેઓને હજુ પણ એવું લાગે છે કે જાણે કોઈ અન્ય સાપ ઘરમાં છુપાયો નથી. તે જ સમયે, કોબ્રાના બચાવનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

Niraj Patel