ખતરનાક કિંગ કોબ્રાએ ભારે ભરખમ ઘો પર કરી દીધો હુમલો, ગળામાંથી પકડી અને પછી…વીડિયો તમારા રૂંવાડા પણ ઉભા કરી દેશે… જુઓ

વિશાળકાય ઘો પર કિંગ કોબ્રાએ કરી દીધો અચાનક હુમલો, જીવ બચાવવા માટે ઘોએ કર્યું એવું કે… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય એ કોઈ નથી જાણતું. ઘણીવાર એવા એવા વીડિયો સામે આવતા હોય છે જે કોઈના પણ રૂંવાડા ઉભા કરી દે. તો ખાસ કરીને સાપના પણ ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે, સાપ અને નોળિયાની લડાઈના વીડિયો પણ ખુબ જ વાયરલ થાય છે.

ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જે સાપ અને નોળીયાનો નથી પરંતુ ભયાનક કિંગ કોબ્રા અને ઘોનો છે. જેમાં એક કિંગ કોબ્રા ઘોનો શિકાર કરતો જોવા મળે છે. ગરોળીની સૌથી મોટી હાલની પ્રજાતિ ઘો છે, જે મહત્તમ 10 ફૂટની લંબાઈ સુધી વધે છે અને તેનું વજન 70 કિલો જેટલું હોય છે. કિંગ કોબ્રા અને ઘો વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં બંને વચ્ચે જબરદસ્ત લડાઈ જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘો પર હુમલો કર્યા બાદ કિંગ કોબ્રાએ તેને પોતાની ચુંગાલમાં લઈ લીધી હતી. ઘોને જોઈને એવું લાગે છે કે જાણે તે સંપૂર્ણપણે શરણે થઈ ગઈ છે. જંગલી જાનવરોની લડાઈનો આ વીડિયો ઓનલાઇન સામે આવતા જ વાયરલ થઇ ગયો.

જોકે આ લડાઈનું પરિણામ શું આવ્યું તે જાણી શકાયું નથી, પરંતુ આ એક આશ્ચર્યજનક વીડિયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે ચોંકી ગયો. વીડિયો જોયા બાદ લોકોના હોંશ ઉડી ગયા હતા. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, વીડિયો જોયા બાદ મારી હવા ટાઈટ થઈ ગઈ. તો અન્ય ઘણા યુઝર્સ પણ અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel