ગાડીમાં સંતાઈને બેઠો હતો 15 ફૂટ લાંબો ખતરનાક કિંગ કોબ્રા, સાપ પકડવા વાળાને પણ આવી ગયો પરસેવો… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

કારની નીચે છુપાઈની બેઠો હતો કિંગ કોબ્રા, સાપ પકડવા વાળાએ હાથમાં પકડી લીધો અને પછી થયું એવું કે.. જોઈને જ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

King Cobra Rescue Video : સાપનો ડર દરેક વ્યક્તિને લાગતો હોય છે. સાપ જોતા જ લોકો બુમાબુમ કરી મૂકે છે અને તેનાથી દૂર ભાગતા હોય છે અને તેમાં પણ જો કિંગ કોબ્રા જોવા મળી જાય તો હાલ બેહાલ થઇ જતા હોય છે. ઇન્ટરનેટ પર પણ કિંગ કોબ્રાના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘરમાં કે જાહેર સ્થળો પર જોવા મળતા જ નાસભાગ મચી જતી હોય છે.

ભારતીય વન સેવા અધિકારી IFS સુશાંત નંદાએ પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ કિંગ કોબ્રાને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા સુશાંત નંદાએ લખ્યું છે ‘ફૂડ ચેઇનમાં કિંગ કોબ્રાની મહત્વની ભૂમિકા છે. તેઓ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં ખૂબ મદદરૂપ થાય છે.”

આ વીડિયોમાં લગભગ 15 ફૂટ લાંબો કિંગ કોબ્રા જોવા મળી રહ્યો છે. જેનો બચાવ કરવામાં આવી રહ્યો છે. પકડ્યા બાદ તેને જંગલમાં છોડી દેવામાં આવે છે. આ બચાવ પ્રશિક્ષિત લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે સાપને કેવી રીતે પકડવા તે જાણે છે. કૃપા કરીને સાપને પકડવાનો પ્રયાસ કરશો નહીં. તેઓ વરસાદ દરમિયાન ગમે ત્યાં હાજર હોઈ શકે છે.

સુશાંત નંદા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે સાપ કારની નીચે સંતાઈ ગયો છે. તેને ત્યાંથી બહાર કાઢવામાં આવે છે. વીડિયોમાં એક સાપ પકડનાર હાથમાં લાકડી લઈને સાપને પકડી રહ્યો છે. સાપ ખૂબ લાંબો અને ડરામણો દેખાય છે. તે ડ્રેગન જેવો જાડો દેખાઈ રહ્યો છે. સાપ વારંવાર માણસને ડંખ મારવાનો પ્રયત્ન કરે છે, જો કે, તે ચતુરાઈથી તેની પૂંછડીને પકડી રાખે છે, જે સાપને વળતો અટકાવે છે. આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel