ખૂબ જ મશહૂર રહ્યા છે ઇંગ્લેન્ડના નવા રાજા કિંગ ચાર્લ્સના અફેરના કિસ્સા, સાળી સાથે પણ ચક્કર ચાલુ કરી દીધું

73 વર્ષે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનનો નવો રાજા બન્યો, અધધધ લફરાં કરી ચુક્યો છે, ઈશ્કમિજાજી પ્રિન્સ જેથી સાથે ચક્કર કરતો તે યુવતીઓને….

મહારાણી એલિઝાબેથના અવસાન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના નવા રાજા બન્યા છે. તેને કિંગ ચાર્લ્સ III કહેવામાં આવશે. ત્યાં તેની પત્ની કેમિલા હવે ડચેસ ઓફ કોર્નવોલ કહેવાશે. ચાર્લ્સ શાહી પરિવારના સભ્ય રહ્યા છે જેમના અફેરના કિસ્સાઓ ખૂબ પ્રખ્યાત રહ્યા છે. ચાર્લ્સ સાથે જોડાયેલા વિવાદોની ચર્ચા માત્ર બ્રિટનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર્લ્સે ફેબ્રુઆરી 1981માં ડાયના સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ડાયનાએ તેનો સ્વીકાર કર્યો હતો. જો કે લગ્ન પહેલા ચાર્લ્સના ઘણા પ્રેમ સંબંધો હતા, પરંતુ તેની ભાવિ પત્ની લગ્નના સમય સુધી કુંવારી રહે તે તેના માટે ગર્વની વાત માનવામાં આવતી હતી.

આ કૌમાર્ય ડાયનાની બ્રિટિશ શાહી પરિવારની પુત્રવધૂ, આગામી રાણી બનવાની સૌથી મૂલ્યવાન લાયકાત હતી. 24 જુલાઈ 1981ના રોજ, 32 વર્ષના રાજા ચાર્લ્સે 13 વર્ષની ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યા, પરંતુ ચાર્લ્સનું પહેલેથી જ કેમિલા પાર્કર બોલ્ગે નામની મહિલા સાથે અફેર હતું. ચાર્લ્સ તેમના લગ્નના 9 વર્ષ પહેલા પોલો મેચમાં કેમિલાને મળ્યા હતા. બંનેનું દિલ એકબીજા પર આવી ગયું. જો કે, પ્રિન્સ અને કેમિલાનો પ્રેમ લાંબો સમય ટકી શક્યો નહીં. પરંતુ કેમિલાનો પહેલેથી જ એક પ્રેમી હતો, જેના કારણે શાહી પરિવારે કેમિલા સાથે ચાર્લ્સના લગ્નને મંજૂરી આપી ન હતી.

આ દરમિયાન 1972માં આઠ મહિનાની નેવલ ડ્યુટીને કારણે, પ્રિન્સ ચાર્લ્સે કેમિલાથી દૂર જવું પડ્યું, ત્યારબાદ તેમના સંબંધો તૂટી ગયા. ચાર્લ્સની ગેરહાજરીમાં, કેમિલાએ 1973માં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ, આર્મી ઓફિસર એન્ડ્રુ પાર્કર બાઉલ્સ સાથે લગ્ન કર્યા. કેમિલાના લગ્નના સાત વર્ષ પછી ચાર્લ્સે ડાયના સાથે લગ્ન કર્યા. લગ્ન પછી ડાયનાને ખબર પડી કે ચાર્લ્સ અને કેમિલાના સંબંધો હજુ પણ ચાલુ છે, ત્યારે ડાયના ખૂબ જ દુઃખી થઈ ગઈ.

એવું કહેવાય છે કે ડાયના આ લગ્નથી ખુશ નહોતી અને સંબંધ તોડવા માંગતી હતી,13 વર્ષમાં ચાર્લ્સનાં ઓછામાં ઓછા 20 અફેર બ્રિટનના મીડિયામાં છવાયા હતા. આ બધી યુવતીને ‘ચાર્લ્સ એંજલ્સ’ કહેવાતી. મજાની વાત એ હતી કે, ચાર્લ્સને ડાયનાની મોટી બહેન સારાહ સાથે પણ અફેર હતું. તેના કારણે જ ચાર્લ્સની ડાયના પર નજર પડી હતી અને તે બાદ તેઓએ તેની સાથે લગ્ન કર્યા હતા. જ્યારે ચાર્લ્સનું ડાયના સાથે અફેર હતું ત્યારે પણ તેઓ બીજી યુવતીઓ સાથે જલસા કરતા હતા.

પરંતુ તે શાહી પરિવારની વિરુદ્ધ જઈને મોટું પગલું ભરવાની હિંમત ન કરી શકી. જો કે, બંને વચ્ચેના સંબંધો નબળા રહ્યા અને એક દિવસ 1995માં એક ખૂબ જ લોકપ્રિય ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં પ્રિન્સ ચાર્લ્સે કેમિલા સાથેના તેમના સંબંધોને સ્વીકાર્યા. આ ઈન્ટરવ્યુએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘટસ્ફોટ પછી કેમિલા અને આર્મી ઓફિસર એન્ડ્ર્યુ પાર્કર બાઉલ્સનું 22 વર્ષનું લગ્નજીવન તૂટી ગયું. અને બરાબર એક વર્ષ પછી, 1996માં પ્રિન્સ ચાર્લ્સ અને ડાયનાના છૂટાછેડા થઇ ગયા.

છૂટાછેડા પછી પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા લગ્ન વિના પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા. કેમિલા અને ચાર્લ્સ બંને 1999માં જાહેરમાં સાથે દેખાયા. 2005માં પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલાએ એક નાના સમારંભમાં લગ્ન કર્યા. જો કે આ લગ્ન સિવાય પણ યુવા ચાર્લ્સનું નામ ઘણી મહિલાઓ સાથે જોડાયું અને તે ચર્ચામાં રહ્યો. જેમાં લક્ઝમબર્ગની પ્રિન્સેસ મારિયા એસ્ટ્રિડ, ડ્યુક ઓફ વેલિંગ્ટનની પુત્રી લેડી જેન વેલેસ્લી, સ્પેનમાં બ્રિટિશ રાજદૂતની પુત્રી જ્યોર્જિયાના રશેલ, મોડલ ફિયોના વોટસન, આર્થર વેલેસ્લી, ડેવિના શેફિલ્ડ, લેડી સારાહ સ્પેન્સર વગેરેનો સમાવેશ થાય છે.

આ બધા સિવાય પ્રિન્સ ચાર્લ્સનું નામ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે સાથે જોડવામાં આવ્યું હતું. પ્રિન્સ ચાર્લ્સ 1980માં ભારતની મુલાકાતે આવ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન પદ્મિનીએ પ્રિન્સ ચાર્લ્સને ફૂલોની માળા પહેરાવી હતી. પદ્મિનીએ રાજકુમારનું સ્વાગત કર્યું અને પરવા કર્યા વિના તેને ચુંબન કર્યું. તે સમયે પદ્મિની માત્ર 15 વર્ષની હતી. પ્રિન્સ તેની ઉંમર કરતાં બમણી હતો. જ્યારે પદ્મિનીએ આ કર્યું ત્યારે રાજકુમાર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ભારત અને બ્રિટનમાં આ ઘટનાએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

Shah Jina