કિંજલ દવે અને ભાવિ પતિ પવન આવ્યા વેકેશન મોડ ઉપર, ભાવિ પતિ પવન સાથે દુબઇ પ્રવાસ ઉપર,જુઓ આલીશાન જગ્યાની શાનદાર તસવીરો

ભાવિ પતિ સાથે કિંજલ દવે નીકળી દુબઈમાં રજાઓનો આનંદ માણવા, સાથે જોવા મળ્યા ઉર્વશી રાદડિયા, આલીશાન હોટલ અને ભવ્ય નજારાની તસવીરો કરી શેર, જુઓ

કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં સુમાર છે, તેના જીવન વિશેની પણ અવનવી વાતો ચાહકો જાણવા માટે ખુબ જ આતુર હોય છે. કિંજલ દવે ફક્ત તેના ગીતોના કારણે જ નહિ પરંતુ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસ પહેલા જ તેને લક્ઝુરિયસ બ્રાન્ડ મર્સીડીઝની આલીશાન કાર ખરીદી હતી, તેને લઈને પણ તે ખુબ જ ચર્ચામાં રહી.

આપણે બધા જ જાણીએ છીએ કે કિંજલ દવેએ સગાઈ કરી લીધી છે અને તેના ભાવિ પતિનું નામ પવન જોશી છે. પવન જોશી અને કિંજલની ઘણી જ તસવીરો પણ સામે આવે છે અને આ તસ્વીરોમાં બંનેનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે, સાથે જ તે બંને ઘણીવાર સાથે રજાઓ માણવા માટે પણ જતા હોય છે અને ત્યાંથી તેઓ તસવીરો પણ શેર કરે છે.

ત્યારે હાલમાં જ કિંજલ દવે ફરીથી ભાવિ પતિ સાથે રજાઓનો આનંદ માણવા માટે નીકળી ગઈ છે, પરંતુ આ દરમિયાન તેમની સાથે અન્ય વ્યક્તિઓ પણ છે. જેમાં ગુજરાતની અન્ય એક સુપ્રસિદ્ધ લોક ગાયિકા ઉર્વશી રાદડિયા આ પ્રવાસમાં જોડાયા છે, જેની ઘણી તસવીરો પણ સામે આવી છે.

કિંજલ દવે, પવન જોશી, ઉર્વશી રાદડિયા પણ દુબઈના પ્રવાસે ગયા છે, ત્યાંથી તેમની ઘણીબધી તસવીરો પણ આવી છે, કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેની તસવીરો શેર કરી છે, જેમાં દુબઈની અંદર તેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે, આ ઉપરાંત સ્ટોરીમાં પણ તેને તસવીરો શેર કરી હતી.

ગાયિકા ઉર્વશી રાદડિયા પણ સોશિયલ મીડિયા ઉપર પોતાના આ વેકેશનની શરૂઆતની તસવીરો શેર કરી છે, જેમાં તે કિંજલ દવે સાથે એરપોર્ટ ઉપર જોવા મળી રહ્યા છે. આ તસ્વીરોમાં બંને ખુબ જ શાનદાર પોઝ પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી આ તસવીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ ઉપરાંત સ્ટોરીમાં શેર કરેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે કે કિંજલ દવે, પવન જોશી સાથે દુબઇની આલીશાન હોટલ “ધ પ્લામ” સામે પોઝ આપી રહ્યા છે. આ હોટલની અંદર ઘણા બધા સિતારાઓ રોકાય છે અને ત્યાંના અદભુત નજર પણ સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે.

સ્ટોરીમાં શેર કરેલી અન્ય તસ્વીરોમાં દુબઇના બુર્ઝ ખલીફાનો પણ નજારો જોવા મળી રહ્યો છે, રોશીનીથી ઝળહળતો બુર્ઝ ખલીફા પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે એરપોર્ટ ઉપર પણ પોઝ આપતા જોવા મળી રહી છે.

કિંજલ દવે અને પવન જોશી સાથેની આ તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, તો કિંજલ દવેએ તેમની સ્ટોરીની અંદર પણ ઘણા બધા વીડિયો શેર કર્યા છે, જેમાં દુબઇ શહેરનો ભવ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે, આ ઉપરાંત કિંજલ ગાડીમાં બેઠા બેઠા પોઝ પણ આપતા જોવા મળી રહી છે.

કિંજલ દવે સાથે તેનો ભાઈ આકાશ દવે પણ દુબઈના પ્રવાસે તેમની સાથે જ છે, આકાશ દવેએ પણ તેની સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે, જેમાં તે બેગ લઈને એરપોર્ટ ઉપર પોઝ આપી રહ્યો છે અને સ્ટોરીમાં જ તેને દુબઇ ટેગ કર્યું છે, જે ઉપરથી જાણવા મળી રહ્યું છે કે આકાશ પણ દુબઇ તેમની સાથે આ રજાઓનો આનંદ માણી રહ્યો છે.

પવન જોશી પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બે તસવીરો શેર કરી છે, જેમાં તે દુબઈની એક શાનદાર જગ્યા સામે ઉભા રહીને પોઝ આપી રહ્યો છે, ત્યારે તેના ચાહકો પણ તેની આ તસવીર અને તેના આ મનમોહક પોઝને વખાણી રહ્યા છે, અને કોમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે ગયા વર્ષે પણ તેના ભાવિ પતિ પવન જોશી સાથે રાજસ્થાનના ઉદેપુરના પ્રવાસે ગઈ હતી, અને ત્યાંથી પણ તમેને ઘણી તસવીરો શેર કરી હતી, આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઇ હતી. આ સફરમાં તેમની સાથે કિંજલ દવેનો ભાઈ આકાશ દવે અને તેની થવા વાળી પત્ની પણ તેની સાથે જોવા મળ્યા હતા.

Niraj Patel