જામનગરમાં પ્રેમિકાના જન્મ દિવસે પ્રેમીએ બોલાવી ખેતરની ઓરડીમાં કેક કાપવા, પછી થયું એવું કે પ્રેમિકાની હત્યા કરીને પ્રેમી થઇ ગયો ફરાર

શાતીર દિમાગ પ્રેમીએ પ્રેમિકાના જન્મ દિવસે જ તેને ઉતારી દીધી મોતને ઘાટ, કેક કાપવાના બહાને વાડીની ઓરડીમાં બોલાવી…. રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

Girl killed in Jamnagar : ગુજરાતમાં હત્યા (murder) ના મામલાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સામાન્ય વાતમાં થતી બોલાચાલી પણ હત્યા સુધી પહોંચી જતી હોય છે. કોઈની અંગત અદાવતમાં હત્યા થઇ જતી હોય છે તો કોઈની પારિવારિક સંબંધોમાં આવેલી ખટાશના કારણે પણ હત્યા થઇ જતી હોય છે. તો ઘણીવાર પ્રેમ સંબંધોમાં પણ હત્યાના મામલાઓ સામે આવતા હોય છે. હાલ એવો જ એક મામલો જામનગર (jamnagar) માંથી સામે આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આજથી દોઢેક મહિના પહેલા જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા નાની રાફુદડ ગામમાં એક યુવતીની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. ત્યારે પોલીસે આ મામલાનો ભેદ ઉકેલી દીધો છે. જેમાં સામે આવ્યું છે કે યુવતીની હત્યા તેના જ પ્રેમીએ કરી હતી અને પછી પ્રેમી ફરાર થઇ ગયો હતો. ત્યારે જામનગર એલસીબીએ આરોપીને આસામથી દબોચી લીધો હતો.

આ  ઘટનામાં એવી હકીકત સામે આવી છે કે જામનગરના ચેલા ગામમાં રહેતા મનસુખભાઇ કણજારીયાની દીકરી અર્ચના અને લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે રહેતા ભાવેશ સોનગરા વચ્ચે પ્રેમ સંબંધો ચાલી રહ્યા હતા. આ દરમિયાન જ ગત 5 એપ્રિલના રોજ અર્ચનાનો જન્મ દિવસ હોવાથી ભાવેશે તેને રાફુદળ ગામની વાડીએ જન્મ દિવસની ઉજવણી કરવા માટે બોલાવી હતી.

બંને જયારે વાડીમાં જન્મ દિવસની ઉજવણી કરી હતા ત્યારે જ ભાવેશ અને અર્ચના વચ્ચે લગ્નની બાબતને લઈને માથાકૂટ થઇ ગઈ હતી, જેના બાદ ભાવેશે અર્ચનાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર તેમજ પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેના બાદ આરોપી પ્રેમી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તે ગૌહાટી આસામમાં છે જેના બાદ પોલીસે તાત્કાલિક ત્યાં દોડી જઈને ભાવેશની ધરપકડ કરી.

આ મામલે મૃતક યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. આ આરોપી હત્યા કર્યા બાદ ખંભાળિયાંના પીરલાખાસર ગામે સંતાયો હતો. પરંતુ પોલીસ તેને પકડી પાડશે એવા ભયના કારણે તે જામખંભાળીયા, દ્રારકા,પોરબંદર, અમદાવાદ,મુંબઇ,ગોવા,પુના,મુંબઇ,દિલ્હી, અને છેલ્લે ગૌહાટી (આસામ)માં છુપાયો. જ્યાંથી પોલીસે તેને પકડી પાડ્યો. આરોપીએ પણ પોતાનો ગુન્હો કબૂલ કરી લીધો છે.

Niraj Patel