બાળકોએ ભેગા મળીને કેનાલ પર બનાવ્યો એવો ઝૂલો કે જોઈને લોકોને પણ તેમનું બાળપણ યાદ આવી ગયું, જુઓ મજેદાર વીડિયો

સ્માર્ટ ફોનમાં વ્યસ્ત આજના બાળકોને આવી મોજની શું ખબર હોય ? જે ગામડામાં થતી.. જુઓ આ બાળકોએ કર્યું એવું કે તમને પણ આ કરવાનું મન થઇ જશે.. 2 કરોડ કરતા વધુ લોકોએ જોયો વીડિયો

નાના બાળકોમાં સર્જનશક્તિ ખુબ જ ભરપૂર હોય છે. તે ઘણીવાર એવા એવા કારનામા કરી બતાવે છે કે મોટા લોકો પણ તેમને જોઈને દંગ રહી જતા હોય છે. ખાસ કરીને ગામડાંના બાળકો નકામી વસ્તુઓમાંથી પણ પોતાના મોજ શોખ માટે કેટલીક વસ્તુઓ બનાવી દેતા હોય છે. હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેણે ઘણા લોકોને પોતાનું ગામડામાં વીતેલું બાળપણ યાદ કરાવી દીધું.

બાળપણ… એટલે નિર્દોષતા, તોફાન અને ઘણી બધી મજા. બાળપણમાં બાળકો કેટ કેટલી રમતો રમતા હોય છે. અને હા, જ્યારે રમતો ન હતી ત્યારે પણ તે અમુક રમતો જાતે જ બનાવી લેતા હતા. જેમ કે આ બાળકોએ કર્યું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. તમને તેમની મજાની ઈર્ષ્યા થઈ શકે છે, અને તમે બાળપણમાં પાછા જવા માંગશો. જો કે શહેરોના બાળકો આ દિવસોમાં સ્માર્ટફોનમાં વ્યસ્ત છે, પરંતુ આ ક્લિપ તમને બાળપણની એક અલગ જ મજા કરાવી દેશે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર રવિ સિંહ (ravi_singh_r_b) દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – બાળપણ. આ ક્લિપને 24 લાખ લાઇક્સ, 19.8 મિલિયનથી વધુ વ્યુઝ અને હજારો ટિપ્પણીઓ મળી છે. એક યુઝરે લખ્યું “મને મારા બાળપણની યાદ અપાવી… હું હવે આ કરવા માંગુ છું.” જ્યારે બીજાએ લખ્યું કે ગીત અને બાળકો બંનેએ દિલ જીતી લીધું છે.

આ વાયરલ રીલમાં જોઈ શકાય છે કે બાળકોએ ઝાડના થડ સાથે દોરડા બાંધ્યા છે અને દરેક દોરડાને પકડીને ઝૂલી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ગટર નીચેથી જઈ રહી છે. જો બાળક દોરડું છોડે છે, તો તેના ગટરમાં પડવાની સંભાવના વધી જાય છે. આ રીલના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ બોર્ડરનું ગીત ‘સંદેશે આતે હૈં’ વાગી રહ્યું છે, જેણે વીડિયોમાં સુંદરતા વધારી છે.

Niraj Patel