ગરોળીથી ડરનારા જરા જોઈ લો આ વીડિયો, નાના ટેણીયાએ રસ્તે ચાલતા સાપની પૂંછડી પકડીને કર્યું એવું કે, જોઈને તમે પણ હેરાન રહી જશો

આ ટેણીયાની બહાદુરી જોઈને લોકોની પણ આખો ચાર થઇ ગઈ, રસ્તે ચાલતા સાપની પૂંછડી પકડીને કર્યું એવું કે.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો વાયરલ થતા આપણે જોઈએ છીએ, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જે કોઈને પણ હેરાન કરી દે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં બે ટેણીયાઓનો વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, આ ટેણિયાઓ સાપ સાથે મસ્તી કરતા જોવા મળે છે.

આપણે ઘણા લોકોને જોયા છે જે નાના અમથા વંદા કે ગરોળીથી પણ ડરી જતા હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો એવા લોકો માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવા જેવો છે. કારણ કે આ ટેણિયાંઓની બહાદુરી જોઈને તમને પણ મજા આવી જશે અને સાથે તમને ડર પણ લાગશે.

વાયરલ વીડિયોમાં એક બાળક 5 ફૂટ લાંબા સાપ સાથે રમતું જોવા મળે છે. જો કે આ બેદરકારી બાળક માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એક 5 ફૂટ લાંબો સાપ સરકતો અચાનક રસ્તા પર આવી ગયો. ત્યારે સાપ પર એક નાના બાળકની નજર પડે છે. પછી બાળક સાપ સાથે રમવા લાગે છે. તે વારંવાર સાપની પૂંછડી પકડે છે.

 

View this post on Instagram

 

A post shared by Saurabh Jadhav 2110 (@rasal_viper)

આ દરમિયાન એક બીજું બાળક પણ ત્યાં આવે છે અને તેને સપોર્ટ કરવા લાગે છે. આ દરમિયાન સારી વાત એ હતી કે સાપે બાળક પર હુમલો ન કર્યો, નહીં તો તેના માટે જોખમ કારક સાબિત થતું. બાળકના હાથમાંથી સાપની પૂંછડી છૂટ્યા બાદ તે ફરીથી પકડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સાપ સરકીને ભાગી જાય છે.

Niraj Patel