દાદીને મોપેડ પર બેસાડી ફરફરાઇને સ્પીડમાં ભગાવતો નજર આવ્યો બાળક, વીડિયો જોઇ લોકો પણ ડરી ગયા

યમરાજ સાથે રેસ લગાવતો આ બાળક…દાદીને બેસાડી ફુલ સ્પીડમાં લઇ જઇ રહ્યો હતો બાળક- વીડિયો થઇ ગયો વાયરલ

Bache Dadi Ka Video : રોડ અકસ્માતમાં ઘણીવાર લોકો પોતાનો જીવ ગુમાવે છે. સાથે જ લોકો જાણ્યે-અજાણ્યે અકસ્માતનો ભોગ પણ બને છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો અવારનવાર જોવા મળે છે, જેમાં લોકો ટ્રાફિકના નિયમોની અવગણના કરીને પોતાનો તેમજ અન્યનો જીવ જોખમમાં મૂકે છે. દાદી-પૌત્રનો આવો જ એક ચોંકાવનારો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે,

જેમાં 10થી 12 વર્ષનો બાળક મોપેડ પર બેસીને એક વૃદ્ધ મહિલાને પાછળ બેસાડી સ્પીડમાં હંકારી રહ્યો છે. વીડિયોમાં એક બાળક તેની દાદીને પાછળ બેસાડી તોફાની રીતે મોપેડ ચલાવતો જોવા મળે છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક તેની ઉંમર કરતા વધુ સ્પીડમાં મોપેડ ચલાવતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને રસ્તા પરના અન્ય વાહન સવારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે કાર સવારો બાઈકને ધીમે ચલાવવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે, કાર સવાર બાળકને કહી રહ્યો છે, ધીમે જા દીકરા, ધીમે જા. આ સાંભળીને બાળક મોપેડની સ્પીડ વધારી દે છે. વીડિયોમાં બાળકની પાછળ બેઠેલી દાદી કોઈપણ ટેન્શન વગર આરામથી મોપેડ પર સવારીનો આનંદ લેતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘બચ્ચા.’ આ વીડિયો ગયા વર્ષે ડિસેમ્બરમાં શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 11 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે વીડિયોને 7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તેઓ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘દાદીમાને તેના બાળક પર પૂરો વિશ્વાસ છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘આ છોકરો યમરાજ સાથે રેસ કરી રહ્યો છે.’

 

View this post on Instagram

 

A post shared by jagesgwar sinha (@aj_____boy_aj_____)

Shah Jina