કાળઝાળ ગરમીમાં રસ્તા પર રોટી કમાઈ રહેલા લોકો સાથે માસુમ બાળકે કર્યું એવું કામ કે જોઈને તમે પણ કહેશો વાહ!

આજના સમયમાં લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. સોશિયલ મીડિયા પર રોજ અવનવા વીડિયો જોવા મળતા હોય છે. જેમાના અમુક ફની તો અમુક હેરાન કરી દેનારા તો અમુક પ્રેરણાત્મક હોય છે. ઘણીવાર આપણે લોકોની મજબૂરી સમજ્યા બાદ મદદ માટે આગળ આવીએ છીએ અને ગરીબ લોકો પ્રતિ દયા અને સહાનુભૂતિ દેખાડીએ છીએ.એવો જ એક વીડિયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે દરેક માટે એક પ્રેરણા સમાન છે.

આ વીડિયો આઈએએસ અધિકારી અવનિશ શરણ દ્વારા પોતાના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમા દેખાઈ રહ્યું છે કે રસ્તાના કિનારે ઘણા લોકો તપતી ગરમીમાં જીવન જીવવા માટે આજીવીકા કમાઈ રહ્યા છે. લોકો રસ્તાના કિનારે ફૂલ વહેંચી રહ્યા છે.એવામાં એક નાનો એવો છોકરો પાણીથી ભરેલી બીસ્લેરીનું પેકેટ લઈને આવે છે અને એક પછી એક અહીં કામ કરી રહેલા લોકોને પાણીની બોટલોનું વિતરણ કરે છે.

જ્યા એક તરફ આ લોકો ભર ગરમીમાં ફૂલ વહેંચીને રોટી કમાઈ રહ્યા છે ત્યાં બીજી તરફ આ નાનું એવું માસુમ બાળક આ લોકોને ઠંડુ પાણી આપી રહ્યો છે. વીડિયો શેર કરીને આઈએએસ અધિકારી અવનિશ શરણે કૈપ્શનમા લખ્યું કે,”તમારી નાની એવી દયા કે મદદ કોઇના દિવસને ખાસ બનાવી શકે છે”. અહીં એક વૃદ્ધ મહિલા પાણી આપવા બદલ આ બાળકને આશીર્વાદ પણ આપે છે, જેનાથી બાળકના ચહેરા પર હળવું સ્મિત પણ આવી જાય છે. બાળક આ ફૂલ વિક્રેતાઓના પોતાની ઉંમરના બાળકો સાથે વાત ચિત પણ કરે છે.

અહીં બાળકની આવી નિઃસ્વાર્થ દરિયાદિલી જોઈને લોકો ખુબ જ ખુશ થયા છે અને માસુમ બાળકને આશીર્વાદ પણ આપ્યા છે. વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”દયાનું સૌથી નાનું કાર્ય સૌથી મોટા ઈરાદા કરતા વધારે મૂલ્યવાન છે”.અન્ય એકે લખ્યું કે,”ખુબ જ સુંદર બાળકનો સુખ આપનારો પ્રયત્ન” જ્યારે અન્ય એકે લખ્યું કે,”હૃદયની પવિત્રતાનું સુંદર દ્રશ્ય”.વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઇક્સ મળી ચુકી છે.

Krishna Patel