નાનું એવું માસુમ બાળક રડતા રડતા પોલેન્ડ બોર્ડર ઉપર એકલા જ પહોંચ્યું, અધિકારીઓ પણ થઇ ગયા ભાવુક, જુઓ આંખોમાં આંસુ લાવી દેનારો વીડિયો

હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયાએ યુક્રેન પર પરમાણુ હુમલાની પણ ધમકી આપી છે. રશિયન હુમલા બાદ લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં શરણ લઈ રહ્યા છે. આ વિનાશક યુદ્ધ પછી લાખો લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. મોટાભાગના લોકોએ રોમાનિયા, પોલેન્ડ, હંગેરી, મોલ્ડોવા અને સ્લોવાકિયા જેવા પડોશી દેશોમાં આશરો લીધો છે.

આ દરમિયાન ઘણી એવી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેને જોઈને કોઈની પણ આંખમાં આંસુઓ આવી જાય. આ દરમિયાન એક ખૂબ જ દર્દનાક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એક બાળક નો છે જે તેના માતા-પિતાથી અલગ થયા બાદ યુક્રેનથી પોલેન્ડ બોર્ડર સુધી એકલો રડતો જોવા મળે છે.

‘ધ સન’ એ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં એક બાળક હાથમાં રમકડાં અને ચોકલેટ લઈને પોલેન્ડ બોર્ડર તરફ રડતો રડતો જતા જોઈ શકાય છે. વીડિયો જોઈને તમારી આંખો પણ ભરાઈ આવશે. વીડિયો જોઈને દરેક લોકો ઈમોશનલ થઈ રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કોસ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ નિર્દોષ લોકોનો શું વાંક હતો?

રિપોર્ટ અનુસાર આ બાળક ભીષણ યુદ્ધ દરમિયાન તેના માતા-પિતાથી અલગ થઈ ગયો છે. વીડિયોમાં બાળક જે રીતે રડતો જોવા મળે છે. તેનો અવાજ સાંભળીને તમારી ચીસો પણ નીકળી જશે. બાળક પીઠ પર બેગ લઈને ચાલતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 11 વર્ષના બાળકે યુક્રેનના ઝાપોરિઝિયાથી સ્લોવાકિયા પહોંચવા માટે એકલા 1,200 કિમીનો પ્રવાસ કર્યો છે.

આ બાળકનું નામ હસન છે. બન્યું એવું કે તેની માતા તેની નાનીને એકલી છોડી શકતી ન હતી, તેથી તેઓ તેને પાસપોર્ટ, 2 નાની બેગ અને સંબંધીના ફોન નંબર સાથે બોર્ડર જતી ટ્રેનમાં ચડાવી દીધો. આ પછી કસ્ટમ અધિકારીઓએ તેની મદદ કરી અને તેને સ્લોવાકિયા લઈ ગયા. આ છોકરાના સ્મિતે બધાના દિલ જીતી લીધા.

સાથે જ હસનની માતાએ તેની મદદ કરનાર તમામનો આભાર માન્યો છે. સ્લોવેકિયન પોલીસે તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. હસનની માતા જુલિયા પિસેકા જણાવે છે કે તેમના શહેરની નજીક એક પાવર પ્લાન્ટ છે. રશિયન સૈનિકો અહીં પણ ગોળીબાર કરી રહ્યા છે. દરમિયાન, તે તેની માતાને છોડી શકતી નથી, કારણ કે તે ક્યાંય જઈ શકતી નથી. તેથી તેણે તેના પુત્રને સ્લોવેકિયા મોકલ્યો. તે જ સમયે, જુલિયાના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે રશિયન હુમલા બાદથી લગભગ 20 લાખ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે.

Niraj Patel