હોશિયારીમાં આવીને ચગડોળમાં બેસી ગયો આ ટેણીયો, પણ હવામાં જતા જ થઇ એવી હાલત કે, બજરંગ બલી યાદ આવી ગયા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો રોજ આપણે વાયરલ થતા જોઈએ છીએ, ત્યારે ઘણા વીડિયોની અંદર આપણે ઘણા લોકોને હોશિયારી કરતા અને પછી અફસોસ કરતા પણ જોઈએ છીએ, પેરાસિલિંગમાં કેટલાક લોકો હવામાં જઈને કેવા ફસાઈ જાય છે તે પણ આપણે ઘણા વીડિયોની અંદર જોયું છે, ત્યારે હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ પેટ પકડી હસવા લાગશો.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક ચગડોળમાં બેસવા માટે ખુબ જ ઉત્સાહિત હોય છે અને જયારે તે ચગડોળમાં બેસે છે ત્યારે હસતો જોવા મળી રહ્યો છે, પરંતુ ત્યારે ચગડોળ ચાલી નથી હોતું, પરંતુ ધીમે ધીમે ચગડોળ ઉપર જાય છે તેમ તેમ તેનું હસવાનું પણ ઓછું થતું જાય છે અને જયારે ચગડોળ સ્પીડમાં ફરવા લાગે છે ત્યારે તો તેની હાલત જોવા જેવી થઇ જાય છે.

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે જેમ જેમ ચગડોળ  છે તેમ તેમ તેના પેટમાં ગલીપચી થવા લાગે છે અને ગભરાટ વધવા લાગે છે. જ્યારે ચગડોળ ફૂલ સ્પીડમાં હોય છે ત્યારે તે પ્રાર્થના કરવાનું શરૂ કરે છે અને ભગવાનના નામનો જાપ કરે છે. ઝૂલતી વખતે તે જય મહારાષ્ટ્ર, હરહર મહાદેવ, જય બજરંગ બલી ના જાપ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

એટલું જ નહીં તે પોતાના પરિવારના સભ્યોને પણ નામથી બોલાવવા લાગે છે. બાળકની સાથે આવેલા કોઈએ તેનો વીડિયો રેકોર્ડ કર્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ઘણા લોકો આ વીડિયોને જોઈને પેટ પકડી હસી રહ્યા છે તો ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel