દુપટ્ટાથી મોઢુ છૂપાવી મોડી રાત્રે આ કોના ઘરે પહોંચી શેરશાહની કિયારા અડવાણી, કેમેરો જોતા જ છૂપાવ્યુ મોઢુ

હાથમાં લાખો રૂપિયાનો મોંઘોદાટ ફોન અને…કેમેરાથી બચતી જોવા મળી અભિનેત્રી- જુઓ PHOTOS

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એ કપલમાંથી એક છે જેની ચર્ચા બોલિવૂડમાં થાય છે. આ વખતે, કિયારા અને સિદ્ધાર્થ જે રીતે દેખાયા છે, તે જોઇને વિક્કી કૌશલ અને કેટરિના કૈફની યાદ આવી ગઇ. બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની લવસ્ટોરીની ચર્ચા હવે સામાન્ય થઈ ગઈ છે. બંનેએ પોતાની તરફથી આ સંબંધ વિશે ક્યારેય કંઈ કહ્યું નથી, પરંતુ બંનેની તસવીરો સ્પષ્ટ કરે છે કે તેમની વચ્ચે શું સંબંધ છે? કિયારા અડવાણી મંગળવારે મોડી રાત્રે સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી.

આ દરમિયાન કિયારા ઘણી ઉતાવળમાં જોવા મળી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લિન્ક-અપના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા છે. બોલિવૂડના હેન્ડસમ અને ચાર્મિંગ અભિનેતાઓમાંના એક સિદ્ધાર્થ મલ્હોત્રા સુંદર અભિનેત્રી કિયારા અડવાણીને ડેટ કરવાને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ કિયારા કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થના પાલી હિલ બાંદ્રા વાળા ઘરે તેને મળવા પહોંચી હતી અને આ દરમિયાનની ઘણી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.

કિયારા સિદ્ધાર્થના ઘરની બહાર તેની કારમાંથી નીચે ઉતરતી જોવા મળી હતી. આ દરમિયાન સિદ્ધાર્થ પણ તેના ઘરે પાછો આવ્યો અને તેની તસવીરો પણ કેમેરામાં કેદ થઈ ગઈ. કિયારા અને સિદ્ધાર્થની સુંદર કેમેસ્ટ્રી ફિલ્મ ‘શેરશાહ’માં મોટા પડદા પર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં બંનેએ સાથે મળીને નવું વર્ષ પણ સેલિબ્રેટ કર્યું હતું.

સિદ્ધાર્થ અને કિયારા બંને માલદીવ પહોંચ્યા હતા. તેઓએ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ વેકેશનની સુંદર ઝલક શેર કરી હતી. કિયારા અને સિદ્ધાર્થના નામ એ સ્ટાર્સની યાદીમાં સામેલ છે જેઓ આવતા વર્ષે એટલે કે 2022માં લગ્ન કરી શકે છે.

કિયારા અડવાણીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે હાલમાં એક કરતાં વધુ ફિલ્મો છે. આ લિસ્ટમાં ભૂલ ભુલૈયા 2, જુગ જુગ જિયો, ગોવિંદા નામ મેરા અને આરસી 15 છે. તાજેતરમાં જ બોલીવુડની આ જોડી ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ શેરશાહમાં જોવા મળી હતી. ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મના ગીતોને પણ ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના અફેરના સમાચાર શેરશાહના શૂટિંગ દરમિયાન આવવા લાગ્યા હતા. આ બંને સ્ટાર્સ ઘણી વખત એકસાથે કેમેરામાં કેદ થયા હતા.પરંતુ હાલમાં જ આ અફેરના સમાચારોએ ફરી એકવાર જોર પકડ્યું છે. જયારે મધરાતે, કિયારા અડવાણી શેરશાહ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને મળવા ગુપ્ત રીતે આવી હતી. પરંતુ કેમેરાની લાઈટ

કિયારા પર પડતા જ તે દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. સિદ્ધાર્થના ઘરની બહાર કિયારાને જોઈને કેમેરા તેની તરફ થઇ ગયા હતા. અભિનેત્રીએ પોતાનો ચહેરો છુપાવવાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Shah Jina