શું આલિયા ભટ્ટની જેમ લગ્ન પહેલા જ પ્રેગ્નેટ થઇ ગઇ કિયારા અડવાણી ? આવી હરકતને કારણે લોકો વિચારે ચડી ગયા

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં જ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્નના તુરંત બાદ જ કિયારા અડવાણીની પ્રેગ્નેંસીની અફવા ઉડવા લાગી છે. લગ્ન બાદ જેસમેરથી દિલ્લી જતા સમયે કિયારા અને સિદ્ધાર્થ એકસાથે એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

આ દરમિયાન અભિનેત્રીએ બ્લેક આઉટફિટ કેરી કર્યો હતો અને આ સાથે ગ્રે બ્લેક શોલ પણ કેરી કરી હતી. કિયારાએ જે સ્ટાઇલથી શોલ પહેરી હતી અને તે વારંવાર શોલ એડજસ્ટ કરી રહી હતી અને પેટ ઢાંકી રહી હતી, તેને જોઇ કેટલાક નેટિજન્સે ક્યાસ લગાવવાના શરૂ કરી દીધા કે કિયારા પ્રેગ્નેટ છે.

કિયારા અડવાણીનો લગ્ન બાદનો જેસલમેરના એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને કેટલાક લોકોએ કિયારાને ટ્રોલ પણ કરી હતી. પેહલા બ્લેક કપડા પહેરવાને લઇને અને હવે અભિનેત્રીના શોલથી પેટ ઢાંકવાને લઇને કિયારાને ટ્રોલ કરવામાં આવી રહી છે.

એક ઇન્ટરનેટ યુઝરે તો એમ લખ્યુ કે, આ મેડમ 3-4 મહિનામાં ખુશખબરી આપશે, આની પણ પ્રેગ્નેંસી ન્યુટઝ આવવાની છે. આ દુપટ્ટાથી તેનું પેટ છુપાવી રહી છે. જણાવી દઇએ કે, કિયારાની પ્રેગ્નેંસીને લઇને જે ચર્ચાઓ ચાલી રહી છે, તે માત્ર એક અફવા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina