જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર છવાઇ સોશિયલ મીડિયામાં, કૂતરાની ‘પોટી’ પર મૂક્યો પગ, વાયરલ થયો વીડિયો

કુતરાને ફરાવવા નીકળી હતી ત્યારે શ્રીદેવીની લાડલી જોડે ન થવાનું થઇ ગયું, ભૂલથી ‘પોટી’ પર રાખી દીધો પગ પછી જે થયું

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર આજકાલ ઘણીવાર તેના ડોગીને લઇને મોર્નિંગ વોક પર જતી હોય છે. જોકે, હાલમાં તે તેના ડોગ સાથે મોર્નિંગ વોક પર નીકળી હતી તો કેમેરામાં કંઇક એવુ રેકોર્ડ થઇ ગયુ કે જેને કદાચ તો ખુશી કપૂર પણ જોવા ઇચ્છતી નહિ હોય.

બોલિવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશી કપૂરે ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે મુંબઇના રસ્તા પર તેના પાલતુ ડોગને લઇને મોર્નિંગ વોક પર ગઇ હતી.

સોશિયલ મીડિયા પર સામે આવેલ એક વીડિયોમાં ખુશી કપૂરને મુંબઇના લોખંડવાલામાં ડોગીને ફરાવવા જતા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન પેપરાજી ખુશીને ડોગનું નામ પૂછતા હતા, જે પર ખુશીએ તેનું નામ પાંડા જણાવ્યુ હતુ. આ વીડિયોમાં ખુશી ભૂલથી રસ્તા પર કોઇ કૂતરાની પોટી પર પગ મૂકી દે છે. જેને લઇને સોશિયલ મીડિયા પર ઘણી મજાક બની જાય છે.

ખુશી કપૂર ડોગીને લઇને વોક કરી રહી હતી ત્યારે તેનો પગ ભૂલથી ડોગીની પોટી પર પડી ગયો હતો. આ વીડિયોને પેપરાજી દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જયારે ખુશીનો પગ પોટી પર પડ્યો તો કેમેરામાં તેની તસવીરો ક્લિક થવા લાગી અને તેની આ તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

ખુશી કપૂરના કૂતરાની પોટી પર રાખ્યા પર મીડિયા પર એક યુઝરનું કહેવુ છે કે, માલ્યાના કૂતરાએ કર્યુ હતુ આ. એક અન્ય યુઝરનું કહેવુ છે કે, મીડિયાની તરફ ફોક્સ હતુ તો પોટી પર ધ્યાન ગયુ નહિ, બીજા એક યુઝરે કહ્યુ કે, બ્રેકિંગ ન્યુઝ ખુશી કપૂરની પોટી પર પગ મારી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina